TikTok બેન પર જન્નતથી લઈને રીયા કિશનચંદાની જેવા TikTok સ્ટાર્સે આપ્યા આ રિએક્શન

PC: starbiz.com

ભારતીય સરકાર દ્વારા TikTok સહિત 59 ચાઈનીઝ એપ્સ પર બેન મુકી દેવામાં આવ્યો છે. જે નિર્ણય ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલા ઘર્ષણમાં આપણા જવાનોની શહીદીના જવાબમાં લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે ભારત સરકાર આ એપ્સને બેન કરવા અંગે ભારતીયોના ડેટાની સુરક્ષાનો હવાલો આપી રહી છે. આ અંગે ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તેની અંતર્ગત આવનારા ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્રએ આ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવાની ભલામણ કરી હતી, તેના આધાર પર અને હાલમાં જ વિશ્વસનીય સૂચનાઓ મળવા પર કે આવી એપ ભારતની સંપ્રભુતા અને અખંડતા માટે જોખમી છે, ભારત સરકારે મોબાઈલ અને મોબાઈલ સિવાયના ઈન્ટરનેટ સક્ષમ ઉપકરણોમાં ઉપયોગ કરાતી કેટલીક એપ્સના ઉપયોગને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારત સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને સામાન્ય વ્યક્તિથી લઈને સ્ટાર્સ સુધી બધા જ પોઝિટિવલી લઈ રહ્યા છે અને સૌ કોઈ તે અંગે સોશિયલ મીડિયા પર પોતાના વ્યૂઝ શેર કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

🙆🏼‍♀️

A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29) on

TikTok પર મુકાયેલા બેન અંગે જાણીતી અને 16.9 મિલિયન ફોલોઅર્સ ધરાવતી TikTok સ્ટાર જન્નત ઝુબેરે કહ્યું હતું કે, હું તો રાહ જ જોઈ રહી હતી કે ક્યારે આ બેનના ન્યુઝ આવે. હું ખૂબ જ ખુશ છું અને આ નિર્ણયને સંપૂર્ણરીતે સપોર્ટ કરું છું. તેણે કહ્યું હતું કે તે માત્ર TikTok જ નહીં પરંતુ તમામ ચાઈનીઝ એપ્લિકેશન્સના બેનના નિર્ણયને સપોર્ટ કરે છે. તેણે વધુમાં કહ્યું હતું કે, એવા ઘણા ટિકટોકર્સ છે, જેમને આ સમાચારથી શોક લાગશે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને તેનો અંદાજો પણ હતો કે TikTok બેન થઈ શકે છે. મારું એવું જ માનવું છે કે, જે પણ માત્ર TikTok પર ડિપેન્ડન્ટ હતા, તે લોકો પોતાનું ટેલેન્ટ ક્યાંક બીજે એક્સપ્લોર કરશે અને પોતાનું કરિયર બીજે ક્યાંક બનાવશે.

TikTok સ્ટાર રીયા કિશનચંદાની આ એપ પર 5 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. તેણે કહ્યું હતું કે, ભારતીય સરકારે TikTok સહિતની ચાઈનીઝ એપ પર બેન મુકવાનો જે નિર્ણય લીધો છે, તે આપણા માટે જ સારો છે. હું સરકારના આ નિર્ણયની સાથે છું, અને મારા દેશથી ઉપર મારા માટે કંઈ જ નથી.

ટીવી એક્ટ્રેસ અને 3.3 મિલિયન TikTok ફોલોઅર્સ ધરાવતી અશનૂર કૌરે કહ્યું હતું કે, હું સરકારના આ ડિજિટલ સ્ટ્રાઈકના નિર્ણયથી ખૂબ જ ખુશ છે. હું તેને સપોર્ટ કરું છું કારણ કે આ એપ્સ આપણા જીવનનો એક ખાસ હિસ્સો બની ગઈ હતી, ખાસ કરીને યુવાઓના જીવનની. તે તેમના માટે મનોરંજનનું એક માધ્યમ બની ગયું હતું. હવે આ નિર્ણયથી તેમનું ધ્યાન ભટકશે નહીં અને તેઓ વધુ પ્રોડક્ટિવ વસ્તુઓ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

 
 
 
View this post on Instagram

Kya main romantic hu ?

A post shared by 😂🤣Mohit Tandon🤣 😂 (@tandonsahabrj13) on

મોહિત ટંડન પણ TikTok પર ખૂબ જ પોપ્યુલર છે, તેણે TikTok પર બેન અંગે કહ્યું હતું કે, હું હાલ ખુશ અને દુઃખી બંને છું. ખુશ એટલા માટે છું કારણ કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે લોકોના ફાયદા માટે છે, મેં મારા જીવનના બે વર્ષ તેને આપ્યા છે. હું તેના દ્વારા લોકોને એન્ટરટેઈન કરતો આવ્યો છું જેને કારણે થોડો દુઃખી પણ છું. જોકે, હું સરકારના નિર્ણયની સરાહના કરું છું અને તેનાથી ખુબ જ ખુશ છું.

પોપ્યુલર કોમેડિયન સુનિલ પાલે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, PM મોદીએ 59 ચાઈનીઝ એપ્સને બેન કરવાનો જે નિર્ણય લીધો છે તે આપણા સારા માટે છે. હવે લોકોએ ચાઈનીઝ એપ પર પોતાની નિર્ભરતા છોડીને સ્વદેશી એપ્સ તરફ વળવું જોઈએ.

TikTok પર 3.8 મિલિયન ફોલોઅર્સ ધરાવતી મુસ્કાન શર્માએ PM મોદીના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેણે કહ્યું હતું કે, હું સરકારના નિર્ણય અને મારા દેશની સાથે છું. ભારતીય બજારોમાં ચાઈનીઝ એપ્સ અને સામાનની ભરમાર છે, છતા ચીન આપણા દેશ પર હુમલો કરે તે યોગ્ય નથી. એવામાં ચીનના સામાનનો એક-બે વ્યક્તિ દ્વારા બહિષ્કાર કરવામાં આવે તો તેની એટલી અસર નહીં થાય, પરંતુ ચાઈનીઝ એપ્સ પર બેનને કારણે તેની અસર દેખાશે. ચીને ભારત સાથે જે કર્યું છે તેની કિંમત તેણે ચુકવવી પડશે. અમે બધા જ સરકારના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp