ઉદય ચોપરાએ વજુભાઈ વાળાને કહ્યા BJP-RSSના મેમ્બર, યુઝર્સે કર્યો ટ્રોલ

PC: missmalini.com

કર્ણાટક ચૂંટણીના પરિણામો મંગળવારે આવી ચૂક્યા છે અને તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. રાજકીય વર્તુળોથી માંડીને બોલિવુડ સુધી દરેક તેની ચર્ચા કરી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચા ખૂબ ગરમાઈ છે. સામાન્ય વ્યક્તિથી લઈને બોલિવુડ એક્ટરોએ પણ કર્ણાટકની ચૂંટણીને લઈને પોતાના વિચાર રજૂ કર્યા છે. એજ પ્રમાણે ઉદય ચોપરાએ પોતાના વિચારો ટ્વીટ કરીને રજૂ કર્યા હતા જેના કારણે યુઝર્સે તેને આડે આથે લીધો હતો.

ઉદયે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે 'મેં હમણાં જ કર્ણાટકના રાજ્યપાલ વિશે ગૂગલમાં સર્ચ કર્યું. તેઓ BJP અને RSS સાથે જોડાયેલાં છે. મને લાગે છે કે બધાને ખબર છે કે શું થવાનું છે.'


ઉદય ચોપરાની આ ટ્વીટ લોકોને ગમી નહીં અને લોકોએ તેણે ટ્વીટર પર ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. કોઈએ તેને પોલિટિક્સ વિશે ન બોલવાની સલાહ આપી તો કોઈએ મીમ્સ પોસ્ટ કરીને તેને ટ્રોલ કર્યો. ઘણા લોકોએ તેની સરખામણી રાહુલ ગાંધી સાથે પણ કરી હતી.

લગાતાર ટ્રોલ થયા પછી ઉદય ચોપરાએ ફરી એક ટ્વીટ કરી કે 'મારી ટાઈમલાઈન પર આટલા બધા ટ્રોલ. હું એક ભારતીય છું અને મને મારા દેશની ચિંતા છે.'



તેણે આગળ લખ્યું કે 'મારી શું હિંમત કે હું વિચારોનો વિરોધ કરી શકું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp