26th January selfie contest

આર્યન પાસેથી ડ્રગ નથી મળ્યું, તેમ છતા કેમ ન મળ્યા જામીન? બંને પક્ષે કરી આ દલીલ

PC: businesstoday.com

 બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યનને ગુરૂવારે પણ જામીન મળ્યા ન હતા. સેશન્સ કોર્ટમાં થયેલી સુનાવણીમાં બંને પક્ષોએ પોતાની દલીલ રજૂ કરી હતી. કોર્ટમાં NCB અને આર્યનના વકીલ વચ્ચે લાંબા સમય સુધી દલીલ ચાલી હતી. જ્યાં NCBએ કહ્યું કે, આર્યનના સંપર્કો ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર સાથે છે. જ્યારે આર્યનના વકીલે કહ્યું કે, જે કારણે આર્યનની ધરપકડ કરવામાં આવી છે. એમાં વિષય પાયાવિહોણો છે. એની પાસેથી કોઈ ડ્રગ મળ્યું નથી.

NCBએ કહ્યું કે, ત્રણમાંથી એક પણ આરોપીને જામીન આપવામાં ન આવે. પૂછપરછ દરમિયાન જે વસ્તુઓ સામે આવી છે. એમાં આર્યન ખાન આરોપી પુરવાર થયો છે. રેકોર્ડમાંથી સામે આવ્યું છે કે, આર્યન ખાન વિદેશમાં કોઈ વ્યક્તિના સંપર્કમાં હતો. જે વ્યક્તિ ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો એક સભ્ય છે. આ અંગે તપાસ ચાલું છે. આર્યન અરબાઝ પાસેથી ડ્રગ લેતો હતો. આર્યનને અરબાઝના ક્નેક્શનથી અનેક વખત ડ્રગ્સ લીધા છે. ખરીદી કરી છે.

અરબાઝ મર્ચેન્ટ પાસેથી છ ગ્રામ ચરસ મળ્યું છે. સેક્શન NDPS એેક્ટ અંર્તગત બંને વ્યક્તિ આરોપી છે. આરોપી અચિત કુમાર અને શિવારાજ હરિજન આર્યન અને અરબાઝને ડ્રગ આપતા હતા. આ તમામ એક મોટી ચેઈનનો ભાગ છે. આ ચારેય આરોપી તરીકે પુરવાર થયા છે. તપાસ દરમિયાન આર્યન ખાન સાથે જાડાયેલા અમુક બીજા લોકો પણ સામે આવ્યા છે. જેનું ઈન્ટરનેશનલ ક્નેક્શન છે. તપાસ માટે અમને થોડો સમય જોઈએ છે. આ ચેઈનને તોડવા માટે અમે ફોરેન એજન્સીનો સંપર્ક કરી રહ્યા છીએ. એક આરોપી પાસેથી મેફેડ્રોન નામનો પદાર્થ મળ્યો છે.

જેને જપ્ત કરી લેવામાં આવ્યો છે. એને આઈસોલેશનમાં રાખી શકાય એમ નથી. આ તમામ આરોપીઓ છે. બધા ક્યાંકને ક્યાંક એકબીજાથી જોડાયેલા છે. એવામાં કોઈ એક વ્યક્તિને જામીન આ આપી શકાય. એક આરોપીનો ક્નેક્શન બીજા સાથે હોવાનું જણવા મળ્યું છે. હાલમાં આ તમામ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વ્યક્તિના ફોટો તથા વોટ્સએપ સાથે બીજી પણ કેટલીક વસ્તુ મળી આવી છે જે આ કેસ સાથે છે. આ વ્યક્તિ ડ્રગ ચેઈનમાં સામિલ છે. પંચનામામાં તપાસ એજન્સીએ લખ્યું હતું કે આર્યન અને અરબાઝ બંને એક ઈન્ટરનેશનલ ક્રુઝ પરથી પકડાયા છે. સજા ફટકારવામાં આવે તો એક વર્ષની જેલ થઈ શકે છે. આ કેસમાં વધુ જાણકારી પણ કેસને આપી દેવામાં આવશે. આ કેસમાં કેટલાક સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે જે રજૂ કરી શકાય છે. જો કોર્ટ માગશે તો એ પણ છે. જો આ બંને આરોપીને જામીન મળે તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. પુરાવાનો નાશ કરી શકે છે.સેક્શન 37 કઠિન છે કારણ કે, આ તમામ પર સેક્શન 28 અને29 લાગુ છે.

આર્યનના વકીલ અમિત દેસાઈએ જણાવ્યું હતું કે આર્યનની પાસેથી એનસીબીને નથી ડ્રગ્સ મળી કે નથી રોકડ. પ્રતીક ગાબા નામના વ્યક્તિએ એને પાર્ટીમાં બોલાવ્યો હતો. એની કોઈ ધરપકડ થઈ નથી. આર્યન અને અરબાઝ માટે જોઈન્ટ સર્ચ કરવામાં આવ્યું હતું. વિક્રમ ચોકર ને ઇસ્મિત ચઢા ના કેસમાં અલગ અલગ તપાસ થઈ. એ પણ ડ્રગ કેસ હતો. આર્યન પાસેથી કંઈ મળ્યું નથી. જ્યારે તપાસ એજન્સીએ દ્રગ્સ અંગે તપાસ કરી છે. ડ્રગ તો બીજા આરોપી પાસેથી મળ્યા છે. ડ્રગ ખરીદવાના પૈસા એમની પાસે હતા. વકીલે કહ્યું કે હું મુનમુનને ઓળખતો નથી. જ્યારે ધરપકડ થઈ ત્યારે ત્રણેય સાથે રજૂ થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp