ઉર્વશી રૌતેલાનો ઈજિપ્ત સ્ટાઈલ Raqs sharqi ‘બેલી ડાંસ’નો વીડિયો વાયરલ

PC: gstatic.com

ઉર્વશી રૌતેલા ભલે તેની ફિલ્મોને કારણે નહિ પણ અન્ય કારણેને લઈને ચર્ચામાં રહે. પણ તે પોતાની ઈવેન્ટ, પર્ફોમન્સ અને સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ગ્લેમરસ તસવીરો પણ વાયરલ થતી રહે છે. એવામાં હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે.

આ લેટેસ્ટ વીડિયોને ઉર્વશીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે જમીન પર આડી પડીને બેલે ડાંસ કરી રહી છે. આ વીડિયો હાલમાં જ રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘પાગલપંતી’ના ગીત બીમાર દિલના પ્રેક્ટિસનો છે.

વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, વીડિયોમાં હું ક્લાસિકલ ઈજિપ્ત સ્ટાઈલ Raqs sharqi માં બેલે ડાંસની પ્રેક્ટિસ કરી રહી છે. વીડિયોમાં તેણે રેડ કલરના કપડા પહેર્યા છે.

હાલમાં જ તેને બોની કપૂર સાથેના એક વીડિયો માટે ટ્રોલ કરવામાં આવી હતી. તો હવે તેનું નામ ક્રિક્રેટર હાર્દિક પંડ્યા સાથે જોડાઈ રહ્યું છે. થોડા મહિના પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયો પછી એવી વાતો વાઈરલ થઈ રહી હતી કે બોની કપૂરે ઉર્વશી રૌતેલાની નજીક જવાની કોશિશ કરી. આ વીડિયો જયંતીલાલ ગડાના દીકરાના લગ્ન સમયનો છે. જેમાં ઉર્વશી અને બોની કપૂર એક સાથે કેમેરાને પોઝ આપતા દેખાય છે.

 
 
 
View this post on Instagram

when she’s not working, she’s flying to work ✨☁️ . . . . . . . . . . . . . . . . #love #UrvashiRautela

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

હાર્દિક પંડ્યા સાથેના અફેર બાબતે ઉર્વશીએ ખુલાસો કર્યો છે. તેણે હાર્દિકને સલાહ આપી છે કે તેણે પોતાના કરિયર પર ફોકસ કરવું જોઈએ. સાથે જ તેમે એવું પણ કહ્યું છે કે, તેનું હાર્દિક જોડે કોઈ અફેર નથી. તે માત્ર પોતાના કમ પર જ ધ્યાન આપી રહી છે. હાર્દિક માટે પણ સારુ રહેશે કે તે પોતાના ક્રિક્રેટ પર ફોકસ કરે. હું હાલમાં કોઈ રિલેશનશીપમાં નથી. બલ્કે સિંગલ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp