Video: અભિનંદનવાળી પાકિસ્તાની એડ પર નારાજ પૂનમ પાંડેએ બોલ્ડ અંદાજમાં આપ્યો જવાબ

PC: instagram.com/ipoonampandey/

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાવાની છે. જણાવવાની જરૂર નથી કે, તે વર્લ્ડ કપની સૌથી મોટી મેચ છે. ભારત અને પાકિસ્તાનની આ બહુપ્રતીક્ષિત મેચ પહેલા બંને દેશોમાં એડ વોર શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાને ભારતના એક બહાદુર ફાયટર પાયલટ અભિનંદનને લઈને એક એડમાં ભારતીય ટીમની મજાક ઉડાવી છે. આ જાહેરાત માટે કોઈ ભારતીય સોશિયલ મીડિયામાં પાકિસ્તાનને જવાબ આપી આપી રહી છે. હવે મોડલ પૂનમ પાંડેએ પણ પોતાના અંદાજમાં  આ એડ પર પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે.

 
 
 
View this post on Instagram

My Answer to the Pakistani AD. #IndvsPak World Cup 2019.

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

પૂનમે પોતાના ઈન્સ્ટા પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે એકદમ બોલ્ડ અંદાજમાં પાકિસ્તાનને જવાબ આપી રહી છે. વીડિયો શેર કરતા પૂનમે લખ્યું- પાકિસ્તાની જાહેરાતને મારો જવાબ. પૂનમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પૂનમે પોતાના વીડિયોમાં અભિનંદને વોર હીરો ગણાવ્યો છે.

 
 
 
View this post on Instagram

A Pic for Team India. #WCW2019

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

પૂનમ પાંડેનો જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ છે. પૂનમ પાંડે વર્લ્ડ કપ ક્રિકેટને લઈને સોશિયલ મીડિયામાં કંઈક ને કંઈક શેર કરતી રહે છે. આ અગાઉ તેણે ટીમ ઈન્ડિયા માટે પોતાનો બોલ્ડ ફોટો પણ શેર કર્યો હતો.

પૂનમ કોઈકને કોઈક વાતને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના બોલ્ડ ફોટાને લઈને તો ક્યારેક પોતાના નિવેદનોને કારણે તે ચર્ચામાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp