વિવેક અગ્નિહોત્રીએ કાર્તિક આર્યન અને પોતાને ગણાવ્યો આઉટસાઈડર, ફેન્સે કહ્યું...

PC: aajtak.in

વિવેક અગ્નિહોત્રી પોતાની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ લઈને ચર્ચામાં બનેલો રહે છે, વિવેક બોલિવુડથી લઈને રાજનીતિમાં થતી ઉથલ-પાથલને લઈને બિંદાસ રીતે પોતાના વિચારો વ્યક્ત કરે છે, પણ આ સમયે તે એક અલગ કારણે જ ચર્ચામાં છે. ડિરેક્ટરે બોલિવુડ એક્ટર કાર્તિક આર્યનના સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો, તો ફેન્સ આ જોડીને એક સાથે જોઇને અનેક અટકળો લગાવી રહ્યા છે.

વિવેક અગ્નિહોત્રીએ કાર્તિક આર્યનના સાથેનો ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. વિવેક પોતાને અને આર્યનને એક નાના શહેરના અને મિડલ ક્લાસ આઉટસાઈડર ગણાવ્યા છે. કાર્તિકે ચેક શર્ટની સાથે વ્હાઈટ કલરની ટી-શર્ટ પહેરી છે, જ્યારે વિવેકે બ્લેક કલરની ટી-શર્ટ પહેરી છે.

વિવેકે કહ્યું, બે સ્મોલ ટાઉન, મિડલ ક્લાસ લોક

વિવેક અગ્નિહોત્રી અને કાર્તિક આર્યને સ્માઈલની સાથે પોઝ આપતાં એક સાથે જોવા મળી રહ્યા છે, આ ફોટોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શનમાં વિવેકે લખ્યું કે, ‘બે સ્મોલ ટાઉન, મિડલ ક્લાસ, ગ્વાલિયરના આઉટસાઈડર લોકો, જેમને પોતાની શરતો પર પોતાને બનાવ્યા છે. જો તમે યંગ ઈન્ડિયન છે તો એક ડાઉન ટૂ અર્થ ખૂબ ટેલેન્ટેડ વ્યક્તિથી પ્રેરિત છો.’

શું ‘દિલ્હી ફાઈલ્સ’માં બંને સાથે?

વિવેક અગ્નિહોત્રી અને કાર્તિક આર્યનને એક સાથે આવી રીતની પોસ્ટ જોઇને ફેન્સ રીએક્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું કે, ‘આગામી ફિલ્મમાં કાર્તિકને કાસ્ટ કરી લો.’ તો બીજા ફેનએ લખ્યું કે, ‘આ જોડી આગામી ફિલ્મની જરૂરિયાત’ તેમજ અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘મને લાગે છે કે, કંઈક મોટું થવાનું છે. હાહાહાહા.’ તેમજ, બંનેની ખૂબ જ પ્રશંસા પણ થઇ રહી છે. એક ફેને લખ્યું કે, ’2022ના સૌથી સફળ ફિલ્મમેકર અને સૌથી સફળ ફિલ્મ સ્ટાર’ તો બીજા એક ફેને પ્રશ્ન પૂછ્યો કે, ‘શું દિલ્હી ફાઈલ્સ?’

લગભગ વિવેકના આગામી પ્રોજેક્ટમાં કાર્તિક

વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની સફળતા પછી આગામી ફિલ્મ ‘દિલ્હી ફાઈલ્સ’ બનાવવાની જાહેરાત કરી હતી, તેને ટ્વીટર પર આની સૂચના આપી હતી. કાશ્મીરી પંડિતોના વિસ્થાપનના દુ:ખ ભરેલી કહાનીને પડદા પર બતાવીને વિવેક સતત ચર્ચામાં છે અને આ ફિલ્મે બોક્સ ઓફીસ પર જબરદસ્ત કમાણી કરી છે. તેમજ કાર્તિક આર્યનની ‘ભૂલ ભૂલૈયા 2’ પણ સફળ ફિલ્મ રહી હતી અને અંદાજે 200 કરોડની કમાણી કરી છે. હવે આ સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે, આગામી પ્રોજેક્ટમાં બંને સાથે આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp