સ્વરાએ એવું તે શું કર્યું કે તેનું X એકાઉન્ટ હંમેશાં માટે સસ્પેન્ડ કરી દેવાયું

સ્વરા ભાસ્કર બોલિવૂડની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે, સ્વરા તેની ફિલ્મો કરતાં તેની પોસ્ટ્સ અને નિવેદનો માટે વધુ જાણીતી છે. રાજકારણ હોય કે દેશમાં ચાલી રહેલા વિવાદો, સ્વરા હંમેશા સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરતી હોય છે. હવે, તેની તાજેતરની એક પોસ્ટને કારણે, તેમનું ટ્વિટર એટલે કે X એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સ્વરાએ પોતે જણાવ્યું હતું કે, તેની પોસ્ટ પર કોપીરાઈટ ઉલ્લંઘનની ચેતવણી આવી હતી અને ત્યારપછી તેનું X એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ચાલો તમને જણાવી દઈએ કે શું છે આખો મામલો..
સ્વરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના એક્સ (X) એકાઉન્ટ ડિલીટ થવાના સમાચાર શેર કર્યા છે. સ્વરાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે અને લખ્યું કે,
'પ્રિય એક્સ,'
મારા બે ટ્વીટમાં બે ફોટા પર કોપીરાઈટ ઉલ્લંઘન માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના આધારે મારા એક્સ (X)નું એકાઉન્ટ લોક કરવામાં આવ્યું છે. હવે હું તેમાં પ્રવેશ કરી શકતી નથી. હવે તમારી ટીમ દ્વારા મારું એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
એક પોસ્ટમાં નારંગી રંગની પૃષ્ઠભૂમિ છે, જેમાં હિન્દી, દેવનાગરી માં લખેલું છે, ગાંધી અમને શરમ આવે છે, તમારા હત્યારાઓ જીવે છે. આ એક ખૂબ જ લોકપ્રિય સૂત્ર છે, જે ભારતની પ્રગતિશીલ ચળવળ દર્શાવે છે. આમાં કોપીરાઈટ જેવું કંઈ નથી. બીજો ફોટો મારા બાળકનો છે, જેના ચહેરા પર ભારતીય ધ્વજ છે અને પોસ્ટમાં લખ્યું છે કે, ગણતંત્ર દિવસની શુભકામનાઓ.
આ કોપીરાઈટ ઉલ્લંઘન કેવી રીતે હોઈ શકે? મારા બાળકનો કોપીરાઇટ કોની પાસે હશે?
આ બંને ફરિયાદો હાસ્યાસ્પદ છે અને કોપીરાઈટની કોઈપણ કાનૂની વ્યાખ્યા અથવા કોઈપણ તર્ક કે તાર્કિક સમજની બહાર છે. જો આ ટ્વીટ્સ મોટા પાયે રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તો તેનો હેતુ વપરાશકર્તાઓને હેરાન કરવાનો છે. તેનો હેતુ મારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો છે. કૃપા કરીને તેની સમીક્ષા કરો અને તમારો નિર્ણય પાછો ખેંચો.'
ચાલો કઈ નહીં, આમ તો, સ્વરા ભાસ્કર ઘણા સમયથી રાજકીય મુદ્દાઓ પર નિવેદનો આપી રહી છે. ઘણી વખત તે ઘણા વિરોધ પ્રદર્શનોનો ભાગ પણ રહી છે. સ્વરાએ 2023માં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા. હવે બંનેને એક દીકરી પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp