4 ડિસેમ્બરે ખરેખર શું ઘટના બનેલી કે અલ્લુ અર્જૂને જેલ જવું પડ્યું

PC: bhaskarhindi.com

શુક્રવારે આખો દિવસ સાઉથના સુપર સ્ટાર અને સુપરહીટ ફિલ્મ પુષ્પા-2ના અભિનેતા અલ્લુ અર્જૂનનો દિવસ રહ્યો હતો. પોલીસે ધરપકડ કરી, કોર્ટે 14 દિવસના જ્યુડીશ્યલ કસ્ટડીના આદેશ આપ્યા અને તેલંગાણા હાઇકોર્ટે સાંજે અલ્લુ અર્જૂનને વચગાળાના જામીન પણ આપી દીધા.

પુષ્પા-2ના અભિનેતાની ધરપક એટલા માટે કરવામાં આવી હતી, કારણકે હૈદ્રાબાદમાં 4 ડિસેમ્બરે પુષ્પા-2નો પ્રીમિયર શો હતો અને અલ્લુ અર્જૂન પણ હાજર હતો. અલ્લુને જોવા માટે લોકોએ એટલી ભાગદોડ મચાવી કે એક 35 વર્ષની મહિલાનું મોત થયું હતું. મહિલાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સંધ્યા થિયેટરના માલિકે કહ્યું કે અમે તો પોલીસ પાસે સુરક્ષા માંગી હતી, પરંતુ પોલીસે અમને સુરક્ષા આપી જ નહીં. જ્યારે પોલીસે કહ્યું કે, અમારી પાસે સુરક્ષા માંગવામાં નહોતી આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp