જ્યારે સલમાને કરી એબ્સ પર કમેન્ટ તો બોબી દેઓલે કર્યું કંઈક આવું...

PC: indiatoday.in

ફિલ્મ 'રેસ-3'થી બોબી દેઓલ સિલ્વર સ્ક્રીન પર ઘમાકેદાર વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે. મૂવી માટે તેણે જબરદસ્ત મેકઓવર કર્યું છે. ફિલ્મના ટ્રેલર લોન્ચના સમયે સલમાન ખાને બોબીના નિકનેમનો ખુલાસો કર્યો જે તેને રેસ-3 માટે કરેલા મેકઓવર માટે મળ્યું છે.

વાસ્તવમાં ટ્રેલર લોન્ચ સમયે બોબી દેઓલના ટ્રાન્સફોર્મેશનની દરેક લોકો પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે એકદમથી સલમાન ખાને કહ્યું કે હવે તે બોબી દેઓલ નથી તે બોડી દેઓલ થઈ ગયો છે. આ સાંભળીને બોબી દેઓલ શરમાઈ ગયો હતો અને બ્લશ કરતો દેખાયો હતો.

બોબી દેઓલે પોતાની વાપસી માટેનો બધો શ્રેય સલમાન ખાનને આપ્યો હતો. તેણે સલમાનની પ્રશંસા કરતા કહ્યું કે 'મામૂ (સલમાન) મારા એન્જલ છે. તે એવા વ્યક્તિ છે જેણે મારા પર વિશ્વાસ કર્યો. તેમણે મને યોગ્ય સમયે તક આપી છે. હું સારા પ્રોજેક્ટની શોધમાં હતો ત્યારે જ મને સલમાનનો કોલ આવ્યો. તેમણે મને પૂછ્યું શર્ટ ઉતરશે? મેં કહ્યું કંઈ પણ કરીશ.' જણાવી દઈએ કે ફિલ્મ 'રેસ-3'ના ટ્રેલરમાં એક સીનમાં બોબી દેઓલ અને સલમાન ખાન શર્ટ વગર જોવા મળી રહ્યા છે. આ સીન તેમના ફેન્સમાં ચર્ચા જગાવી રહ્યો છે.

ફિલ્મ 'રેસ-3'નું ટ્રેલર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp