Video: નુપુરે આમીરની દીકરીને પ્રપોઝ કર્યું, જાણો કોણ છે આમીરનો થનારો જમાઈ

PC: khabarchhe.com

આમીર ખાનની દીકરી આયરા ખાને સગાઇ કરી લીધી છે. આયરાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરેએ ખૂબ જ ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું. બંનેએ એક સાથે જીવનના સફરને સાથે પસાર કરવાની દિશામાં એક પગલું આગળ વધાર્યું છે. આયરાએ પોતાના પ્રપોઝલનો વીડિયો શેર કર્યો છે, તેમાં તે નુપુરને કિસ કરતી જોવા મળી રહી છે, પણ તમે વિચારી રહ્યા હશો કે, અંતે આ નુપુર શિખરે છે કોણ?

 
 
 
View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

કોણ છે નુપુર શિખરે?

નુપુર શિખરે એક ફિટનેસ ટ્રેનર છે, તેણે Fitnessismની શરૂઆત કરી છે. તેણે ફિટનેસ એક્સપર્ટ અને કન્સલ્ટન્ટના રૂપમાં પણ જાણવામાં આવે છે, તે ઘણા સમય પહેલાથી આયરાને ટ્રેન કરી રહ્યો હતો. કહેવામાં આવે છે કે, આયરાના પિતા અને સુપરસ્ટાર આમીર ખાનનો પણ ટ્રેનર નુપુર શિખરે જ રહ્યો છે. આમીર ખાન અને આયરા ખાન ઉપરાંત નુપુર શિખરેએ લગભગ એક દશક સુધી સુષ્મિતા સેનને ટ્રેન કરી છે.

આયરા સાથે ક્યારે શરૂ થયું રિલેશન?

2020ના લોકડાઉન દરમિયાન આયરાએ પોતાના ફિટનેસ પર ધ્યાન આપવાની શરૂઆત કરી હતી. નુપુર તેની ટ્રેનિંગ કરાવતો હતો, ટ્રેનિંગ દરમિયાન જ નુપુર અને આયરાની વચ્ચે નજીકતાઓ વધી અને બંનેએ ડેટિંગ શરૂ કરી હતી. એમ તો, ફિટનેસ ટ્રેનર હોવાની સાથે જ નુપુર શિખરે એક ડાન્સર પણ છે, તેણે અનેક વાર પોતાના ડાન્સિંગ વીડિયો પણ શેર કર્યા છે.

આયરા ખાને વર્ષ 2021મા નુપુર શિખરે સાથેના પોતાના રિલેશનને ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કર્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધી અનેક વાર તેના માટે પ્રેમ વ્યક્ત કરી ચૂકી છે. અનેક વાર તો આયરાએ નુપુરને પોતાનો ડ્રીમ બોય પણ ગણાવ્યો છે. આયરાએ પોતાનો પહેલો ટેટૂ નુપુરના હાથ પર જ બનાવ્યો હતો. આ એક એન્કર હતો, તેના પર વિશ્વાસ કરવા માટે સ્ટારકિડે નુપુરને થેંક્યૂ પણ કહ્યું હતું.

 
 
 
View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

એક-બીજાના પરિવાર સાથે પણ છે પ્રેમ

નુપુર શિખરે અને આયરા ખાન એક-બીજાના પરિવારને પણ ખૂબ જ પ્રેમ કરે છે. કહેવામાં આવે છે કે, વર્ષ 2020મા આમીર ખાન અને કિરણ રાવની વેડિંગ એનિવર્સરી પર બંને સાથે હાજર રહ્યા હતા. આટલું જ નહીં આયરાના કઝિન જૈન ખાનના લગ્ન અને વિધિઓમાં પણ બંને સાથે જોવા મળ્યા હતા. ક્રિસમસ 2021 પર નુપુર અને આમીર ખાન એક જેવા આઉટફિટમાં ટ્વીનિંગ કરતા જોવા મળ્યા હતા. બંનેના વચ્ચેની બોન્ડિંગ પણ અહીં સ્પષ્ટ જોવા મળી રહી હતી.

આયરાના 25મા જન્મદિવસ પર નુપુર તેના પૂરા પરિવાર અને મિત્રોની સાથે પૂલ પાર્ટી કરતા જોવા મળ્યો હતો. તેમજ આયરા પણ નુપુરના માતાની નજીક છે. અનેક વાર તે માતાની સાથે પોઝ આપી ચૂકી છે, તો કેટલીક વાર તેમની સાડી પણ પહેરી ચૂકી છે. ત્યારે સ્પષ્ટ છે કે, કપલ એક-બીજાના જીવનમાં પૂરી રીતે મિક્સ થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp