ખબર છે કયા ભારતીય ક્રિકેટર પર પ્રિયા ફિદા છે?

PC: rvcj.com

ફક્ત 28 સેકન્ડના વીડિયોને કારણે સમગ્ર ભારતમાં ફેમસ થયેલી ‘વેલેન્ટાઇન ગર્લ’ પ્રિયા પ્રકાશ વોરિયરે તમામ યુવાઓને પોતાની અદાઓથી ઘાયલ કરી દીધા છે. પણ શું તમે જાણો છો કે પ્રિયા પ્રકાશ કોની અદાઓ પર ફિદા છે?
 
મલયાલમ સિનેમાની 18 વર્ષીય એક્ટ્રેસ પ્રિયા પ્રકાશની એક ફિલ્મના સોંગનો 28 સેકન્ડનો વીડિયો ઇન્ટરનેટ પર આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. પ્રિયા પ્રકાશના ઇનસ્ટાગ્રામ પર એક જ દિવસમાં છ લાખ લોકો ફોલોઅર્સ બન્યા હતા, ઇન્ટરનેટ સેન્સેશન ગર્લ પ્રિયા પ્રકાશે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના ફેવરિટ ક્રિકેટરને લઈને ખુલાસો કર્યો હતો.

 
ઇન્ટરવ્યૂમાં પ્રિયાએ જણાવ્યું કે, ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેનો ફેવરિટ ક્રિકેટર છે. પોતાની અદાઓથી તમામને ઘાયલ કરનારી પ્રિયા પ્રકાશ હાલમાં સોશિયલ મીડિયાથી લઈને મીડિયામાં ધૂમ મચાવી રહી છે. તમને જાણીને હેરાન થશે કે તેનો 28 સેકન્ડ઼ના વીડિયોને અત્યાર સુધીમાં 10 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે.

આ વીડિયો મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરની અપકમિંગ ફિલ્મ 'ઉરુ અદાર લવ'ના સોંગ ‘Manikya Malaraya Poovi’ નો છે. સોંગમાં એક સીનમાં પ્રિયા સ્કૂલના છોકરાને આંખથી ઈશારા કરતી જોવા મળે છે. આ ફિલ્મ પ્રિયાની ડેબ્યૂ ફિલ્મ છે. ફિલ્મ 6 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. પ્રિયા કેરલના ત્રિશુરની રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp