અલ્લુ અર્જૂનના જામીન કેસમાં વકીલે શાહરૂખ ખાનનો ઉલ્લેખ કેમ કર્યો
'પુષ્પા 2' ફેઇમ એક્ટર અલ્લુ અર્જૂનની ધરપકડ બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અલગ-અલગ સ્ટાર્સ તેના સમર્થનમાં ઉભા જોવા મળ્યા છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગમાં એક મહિલાના મોતના મામલામાં અલ્લુ અર્જૂનની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન કોર્ટમાં દલીલ કરતી વખતે અલ્લુ અર્જૂનના વકીલે શાહરૂખ ખાન સાથે જોડાયેલા એક કેસનો ઉલ્લેખ કર્યો છે.
ધરપકડ બાદ અલ્લુ અર્જૂનના કેસની સુનાવણી નીચલી કોર્ટમાં થઈ હતી. અહીં કોર્ટે અભિનેતાને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો હતો. આખરે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટમાં સુનાવણી બાદ અલ્લુ અર્જૂનને જામીન મળી ગયા હતા.
પોતાની દલીલો રજૂ કરતી વખતે અલ્લુ અર્જૂનના વકીલે કોર્ટને શાહરૂખ ખાનના સ્ટેમ્પેડ કેસની યાદ અપાવી. અભિનેતાના વકીલે કહ્યું કે ફિલ્મ 'રઈસ'ના પ્રમોશન દરમિયાન શાહરૂખ ખાનને જોવા માટે ભીડ એકઠી થઈ હતી. શાહરૂખે આ ભીડ તરફ કેટલાક ટી-શર્ટ ફેંક્યા હતા, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. નાસભાગમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આવી સ્થિતિમાં શાહરૂખ ખાન સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાત હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટે શાહરૂખ ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો.
વકીલે કોર્ટમાં શાહરૂખ ખાનને નિર્દોષ જાહેર કરવાનો ચુકાદો પણ વાંચ્યો હતો. તેમાં એવું લખવામાં આવ્યું હતું કે નાસભાગમાં મૃત્યુ પામેલા વ્યક્તિના મૃત્યુનો સીધો સંબંધ અભિનેતા સાથે હોય તો જ અભિનેતાને આરોપી બનાવવામાં આવશે. અમારા કિસ્સામાં અભિનેતા પહેલા માળે હતો. મહિલા ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. અભિનેતા 9.40 વાગ્યે ત્યાં ગયો હતો. આરોપ લગાવવામાં આવ્યો છે કે આ બધુ નીચેના વિસ્તારમાં થયું અને મહિલા અને બાળક ત્યાં ફસાઈ ગયા. પોલીસને પણ ખબર હતી કે કલાકારો ત્યાં આવી રહ્યા છે. પોલીસે અભિનેતાને આવતા રોક્યા ન હતા. થિયેટરે અભિનેતાને આવવાની ના પાડી ન હતી. કલાકારો માત્ર ફિલ્મ જોઈ રહ્યા હતા. તે સમયે શાહરૂખ ખાન તો કંઈક કરી પણ રહ્યો હતો. અહીં કલાકારો માત્ર ફિલ્મ જોઈ રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp