સાઉથની ફિલ્મો સામે બોલિવુડ કેમ પિટાઇ રહ્યું છે? SBIએ રિસર્ચમાં કર્યો આ દાવો

PC: gulfnews.com

વર્ષોથી દર્શકોને હસાવનાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એવા તબક્કામાંથી પસાર થઈ રહી છે જે તેણે પહેલાં ક્યારેય જોઈ નથી. આ એક એવું સંકટ છે, જેણે સમગ્ર બોલિવુડને હચમચાવી નાખ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની રિસર્ચ ટીમે આ અંગે એક અભ્યાસ કર્યો છે. મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે આ મુદ્દે કેટલાક કારણો અને સૂચનોનો ઉલ્લેખ કર્યો છે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીને ભારતના વિચારોનું ‘સોફ્ટ પાવર’ માનવામાં આવે છે.

Reminiscing the days of friday blockbuster Bollywood Releases: Are we witnessing a behavioural shift in viewers pshyche of a new India?નામના એક રિપોર્ટમાં 4 એવા મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કારણે અત્યારિ હિંદી મૂવી ઇન્ડસ્ટ્રી ઝઝૂમી રહી છે.

SBIના સંશોધન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારી પછી હિંદી ફિલ્મોમાં કંટેન્ટ એક બેધારી તલવાર લાગે છે જે કમાણીને પ્રભાવિત કરે છે. કોવિડ-19એ કામ કરી દીધું, જે 2 વિશ્વયુદ્ધ નહીં કરી શક્યા. મહામારીએ થિયેટરોને તાળા લગાવી દીધા. મહામારી પહેલા, દર વર્ષે 70થી 80 હિંદી ફિલ્મો રીલિઝ થતી હતી અને લગભગ 3,000થી 5,000 કરોડની કમાણી થતી હતી.

પરંતુ જાન્યુઆરી 2021થી ઓગસ્ટ 2022 સુધીમાં હિંદીની ઓરિજનલ ઉપરાંત સાઉથ, અંગ્રેજી અને હિંદીમાં ડબ થયેલી કુલ 62 ફિલ્મો રીલિઝ થઇ છે. જેની કુલ કમાણી 3200 કરોડ રૂપિયા થઇ હતી. આમાં કુલ કલેકશનનો 48 ટકા હિસ્સો ડબ્બ થયેલી ફિલ્મોમાંથી આવ્યો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓરિજનલ હિંદી ફિલ્મોની સ્થિતિ  અસતોષજનક છે. જાન્યુઆરી 2021થી 43 હિંદી ફિલ્મોનું એવરેજ રેટિંગ 5.9 છે, જયારે હિંદીમાં ડબ થયેલી 18 ફિલ્મોનું રેટિંગ 7.3 છે.

સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, કે કોઇ પણ ફિલ્મનું રેટિંગ એક મહત્ત્વનું ટૂલ છે, જેમાં કન્ટેટની અસરને માપવામાં આવે છે અને સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બધી સારી ફિલ્મોને સારું રેટિંગ અને સારું કલેકશન મળશે. SBIના સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે IMDB રેટિંગમાં જો એક પણ વધારાનો પોઇન્ટ મળે છે તો તેને કારણે 17 કરોડનું બોક્સ ઓફિસ કલેકશન મળે છે. રિસર્ચમાં કહેવાયું છે કે એક સમયમાં સિંગલ સ્કિન થિયેટરમાં ઘટાડો અને મલ્ટીપ્લેક્સની સંખ્યામાં વધારો થવાને કારણે પણ બોલિવુડને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક મલ્ટીપ્લેક્સમાં ટિકીટની કિંમત સિંગલ સ્કિન થિયેટરની સરખામણીએ ત્રણથી ચાર ગણી વધારે હોય છે, કારણકે તેની પર વધારે એન્ટરટેઇનમેટ ટેક્સ લાગે છે.

દિલચસ્પ વાત એ છે કે 62 ટકા સિંગલ સ્ક્રીન થિયેટર્સ દક્ષિણ ભારતમાં છે.જયારે ઉત્તર ભારતમાં 16 ટકા,પશ્ચિમ ભારતમાં 10 ટકા છે. આ પણ એક કારણ છે કે સાઉથની ફિલ્મો બોલિવુડ કરતાં વધારે કમાણી કરે છે.

આ ઉપરાંત, વિવિધ રાજ્યોમાં વસ્તી વિષયક પ્રોફાઇલ પણ અસર કરી રહી છે કારણ કે ઓનલાઈન પ્લેટફોર્મ્સે એક્શન, હોરર, ડ્રામા, થ્રિલર અને કોમેડી જેવી વિવિધ પ્રકારની મૂવીઝ લાવવાનું શરૂ કર્યું છે. યુવાનો હવે મોટાભાગે ઓનલાઈન પ્લેટફોર્મ પર છે અને તેમની પસંદગીની ફિલ્મો જુએ છે. દક્ષિણ ભારતમાં વૃદ્ધ લોકોની સંખ્યા ઉત્તર ભારત કરતાં વધુ છે અને તેઓ OTT પર નહીં પણ મોટા પડદા પર મૂવી જોવાનું પસંદ કરે છે.

OTTની વધતી જતી લોકપ્રિયતાએ પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે સમસ્યા ઊભી કરી છે. OTTનો હિસ્સો 7-9 ટકાની વચ્ચે છે અને તે સતત વધી રહ્યો છે. હાલમાં, વિવિધ ભાષાઓમાં આવા 40 પ્લેયર્સ છે, જેઓ મૂળ મીડિયા કંટેટ પ્રદાન કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, ભારતમાં 450 મિલિયન OTT સબ્સ્ક્રાઇબર્સ છે અને 2023 સુધીમાં આ વધીને 500 મિલિયન થઈ જશે. એવું માનવામાં આવે છે કે સિનેમા પ્રેમીઓ અને નફો OTT તરફ વળશે કારણ કે લગભગ 50 ટકા લોકો મહિનામાં 5 કલાક OTTનો ઉપયોગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp