ઉર્મીલાનો કંગના પર કટાક્ષ, કહ્યું- એનું રાજ્ય ડ્રગ્સનું ગઢ છે. શરૂઆત ત્યાંથી કરો

PC: amarujala.com

સુશાંતસિંહ રાજપુતના નિધન બાદ શરૂ થયેલી નેપોટિઝમની ચર્ચામાંથી ડ્રગ્સને રેલો સામે આવતા બોલિવુડમાં રાજનીતિ જેવો ખળભળાટ મચી ગયો છે. એક પછી એક કલાકારોએ પોતાની અભિવ્યક્તિ કર્યા બાદ ઊર્મીલા માતોંડકરે કંગના રણૌત પર નિશાન તાક્યું છે. બોલિવુડમાં ડ્રગ્સ ક્નેક્શનના પડઘા દિલ્હી સંસદમાં પડ્યા હતા. જયા બચ્ચન અને રવિ કિશન બંને સામસામે આવી ગયા હતા. પણ કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાન સાથે કરતા સમગ્ર મામલાને રાજકીય સ્પર્શ લાગી ગયો છે.

એક વેબ ચેનલ્સ સાથેની વાત કરતા 'રંગાલ ગર્લ' ઊર્મીલા એ કહ્યું કે, કંગના કારણ વગરની પીડિતા તો ક્યારેક વુમન કાર્ડ રમી રહી છે. કંગનાને સલાહ આપતા તેમણે કહ્યું કે, કંગનાએ ડ્રગ્સની સમસ્યા સામે લડવું હોય તો સૌથી પહેલા પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશથી શરૂઆત કરવી જોઈએ. સમગ્ર દેશ ડ્રગ્સની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. કંગનાને એ વાતની ખબર છે કે, ડ્રગ્સની ઉત્પતી હિમાચલથી થઈ છે? તેણે સૌથી પહેલા પોતાના રાજ્યથી શરૂઆત કરવી જોઈએ. કંગનાએ પોતાના એક ટ્વિટમાં લખ્યું હતું કે, તે ડ્રગ રેકેટનો પર્દાફાશ કરશે. જેના પર ઊર્મીલાએ કહ્યું કે, ટેક્સમાં આવતા પૈસાથી એમને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. જ્યારે તેમણે અત્યાર સુધીમાં ડ્રગ્સ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિનો ખુલાસો કર્યો નથી. મુંબઈની તુલના પાકિસ્તાન સાથે કરતા ઊર્મીલાએ કહ્યું હતું કે, આ મુંબઈ તમામ લોકોની છે. એમાં કોઈ બેમત નથી.

આ શહેરને જે લોકોએ જેટલો પ્રેમ કર્યો છે શહેરે એને એટલું જ આપ્યું છે. શહેરીની એક દીકરી તરીકે એમને કરેલી આ ટિપ્પણીનો વિરોધમાં છું. તમે આ શહેર વિશે આવું બોલો છો ત્યારે તમે માત્ર આ એક શહેર અંગે જ નહીં પણ અહીંના લોકો માટે પણ એ વાત લાગુ પડે છે. કોઈ એક વ્યક્તિ કાયમ બૂમો પાડતી હોય તો એનો કોઈ અર્થ નથી. એવું ન માની શકાય તે સાચું જ બોલી રહી છે. કેટલાક લોકોની આદત હોય છે હંમેશા બૂમો પાડવાની. પહેલા તેમણે પોતે એક પીડિતા હોવાની વાત કરી અને પછી તે વુમન કાર્ડ રમી રહી છે. સુશાંતસિંહ રાજપૂતનું મૃત્યું થયું એને ત્રણ મહિના પૂરા થઈ ગયા છે. મુંબઈ NCB વિભાગે ડ્રગ્સ કેસમાં વધું બે વ્યક્તિઓની ધરપકડ મંગળવારે કરી હતી. જ્યારે સમગ્ર કેસમાં રિયા સહિત 16 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સુશાંત કેસમાં હવે સૌની નજર એના વિસેરા પરથી તૈયાર થતા રિપોર્ટ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp