કેમ રણવીર સિંહ અને કબીર ખાન તેંદુલકરને મળવા પહોંચ્યા લોર્ડ્સ?

PC: instagram.com

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઇ ગયો હતો. આ દરમિયાન બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પણ ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે પહોચ્યો હતો. આ દરમિયાન તેની મુલાકાત સચિન તેંડુલકર સાથે થઇ હતી. ડાયરેક્ટર કબીર ખાન પણ તેની સાથે હતો.

સચિનને મળ્યો રણવીર

રણવીર સિંહ ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાન પણ હતો. બન્ને જેવા સચિનને મળ્યા ત્યારે તસવીરો ખેચવાનું શરૂ કર્યુ હતું. રણવીર અને કબીર ખાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરી હતી જે વાયરલ થઇ હતી. સચિન સાથે તસવીર શેર કરતા કબીર ખાને લખ્યુ, ‘સચિન તે સમયે માત્ર 9 વર્ષનો હતો જ્યારે તેને 1983માં કપિલ દેવને અહી જીત મેળવી વર્લ્ડકપ ઉઠાવતા જોયો હતો, તે જીતે સચિનને ભારત માટે રમવા માટે પ્રોત્સાહિત કર્યો. હવે 35 વર્ષ બાદ અમે પોતાની ફિલ્મ 83 માટે લોર્ડ્સ આવ્યા છીએ’

કપિલ દેવે 1983મા જીત્યો હતો વર્લ્ડકપ

કપિલ દેવની કેપ્ટન્સીમાં ભારતે 1983માં વેસ્ટ ઇન્ડીઝ જેવી ટીમને હરાવી વર્લ્ડકપ જીત્યો હતો.વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા શ્રીકાંતના 38 રનની મદદથી 183 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. એવુ લાગતુ હતું કે ભારત આ વર્લ્ડકપ હારી જશે. ભારતે વેસ્ટ ઇન્ડીઝને 52 ઓવરમાં 140 રનમાં જ ઓલ આઉટ કરી દીધી હતી. ભારતે ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યો હતો. ભારત તરફથી મદન લાલ અને અમરનાથે સૌથી વધુ 3-3 વિકેટ ઝડપી હતી. ઓલ રાઉન્ડર પ્રદર્શન કરનારા મોહિન્દર અમરનાથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

Source Cricklove

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp