રાવણ મા સીતાને હાથ કેમ ન લગાવી શકેલો, ‘આદિપુરુષ રીલિઝ’ પહેલા સામે આવ્યો જવાબ

PC: bollywoodtadka.in

પ્રભાસ અને કૃતિ સેનન અભીનિત ‘આદિપુરષ’ની રીલિઝ થવાને હવે 2 જ  દિવસની વાર છે, પરંતુ ફિલ્મના ટ્રેલર વિશે ભારે ચર્ચા ચાલી રહી છે. ફિલ્મના ટ્રેલરમાં સીતાહરણના એક દ્રશ્યથી લોકોના ભવા વંકાયા છે.

આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ આદિપુરુષ માત્ર 2 દિવસમાં રિલીઝ થવાની છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં સીતા હરણના સીનને લઈને ભારે ટ્રોલિંગ થયું હતું. આદિપુરુષના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું હતું કે લંકેશ સીતાને સ્પર્શ કર્યા વિના તેનું અપહરણ કરે છે. જે બાદ લોકો આ દ્રશ્યની તુલના રામાનંદ સાગરની રામાયણ સાથે કરવા લાગ્યા. હવે આદિપુરુષની રીલિઝના થોડા દિવસો પહેલા, નિર્માતાઓએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે કે અપહરણ દ્રશ્યમાં રાવણ સીતાને ર્સ્પશ કેમ કરતો નથી?

‘આદિપુરુષ’ના લેખક મનોજ મુંતાસિરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે ફિલ્મના એ સીનનું લોઝીક સમજાવ્યું છે. મુંતાસિરે કહ્યું કે, સીતાના અપહરણ પહેલા રાવણે પોતાની વહુ રંભાને હવસનો શિકાર બનાવી હતી, જેણે રાવણને શ્રાપ આપ્યો હતો કે જો હવે તેણે કોઇ પણ સ્ત્રીનો તેની મરજી વગર હાથ લગાવ્યો તો તેના દશેય માથાઓના ટુકડા થઇ જશે. એટલા માટે રાવણે માં સીતાનું અપહરણ તો કર્યું, પરંતુ હાથ લગાવ્યો નહી.

મનોજ મુંતાસિરે એ પણ જણાવ્યું કે રાવણે ધર્મને કારણે નહી,બલ્કે મોતના ભયથી જાનકીને હાથ લગાવ્યો નહોતો. માં સીતા અશોક વાટિકામાં એટલા માટે સુરક્ષિત રહી શક્યા, કારણકે તેમણે તેમના સતીત્વ સાથે બાંધછોડ નહોતી કરી. તેમણે ભગવાન શ્રીરામ સિવાય કોઇનો પડછાયો પણ દિલ પર પડવા દીધો નહોતો.

ઓમ રાઉતના દિગ્દર્શનમાં બનેલી ‘આદિપુરુષ’ 16 જૂન, શુક્રવારે સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. ફિલ્મની એડવાન્સ બુકીંગ પર જોરો પર ચાલી રહ્યું છે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન ઉપરાંત દેવદત નાગે અને સની સિંહ પણ મુખ્ય પાત્રો તરીકે છે.

‘આદિપુરષ’ ફિલ્મ 700 કરોડના બજેટમાં બની છે અને ભારતની અત્યાર સુધીના આ સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે. બધા લોકો એ રાહ જોઇ રહ્યા છે કે પ્રભાસની આ ફિલ્મ પઠાણ, બાહુબલી-2, RRR અને KGF-2નો રેકોર્ડ તોડી શકે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp