હવાના પ્રદૂષણથી બાળકના મગજને કાયમી નુકશાન થાય છે

PC: developingchild.harvard.edu

દેશના પાટનગરમાં સતત વધતા જતા પ્રદુષણથી બધા જ ચિંતીત છે, ત્યારે એક તાજો હેવાલ એ ચિંતામાં વધારો કરે છે.

યુનિસેફ એટલે કે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડે બહાર પાડેલા એક હેવાલમાં જણાવાયું છે કે હવાના પ્રદુષણથી શ્વસન તંત્રના રોગો થાય છે, એ તો હવે સાબિત થઇ ચૂક્યું છે. પરંતુ હવે બાળકના મગજને હવાના પ્રદુષણથી કાયમી નુકશાન થાય છે, એવું તાજું સંશોધન યુનીસેફે તેના હેવાલમાં પ્રકાશિત કર્યું છે.

ડેન્ડર ઇન ધ એર નામના હેવાલમાં યુનિસેફે જણાવ્યું છે કે દક્ષિણ એશિયામાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ કરતાં ૬ ઘણું વધુ પ્રદુષણ ધરાવતા હવાના પ્રદુષણવાલા વિસ્તારોમાં સૌથી વધુ બાળકો રહે છે. વૈશ્વિક રીતે જોઇએ તો ઓછી વયના 170 લાખ બાળકો ખીચોખીચ વસ્તીવાળા વિસ્તારમાં રહે છે. આ વિસ્તારમાંની હવા ખૂબ જ ઝેરી હોય છે, જે બાળકની રોગપ્રતિકાર શક્તિને ભારે નુકશાન કરે છે. અંદાજે દક્ષિણ એશિયામાં જીવતા ૧૨૨ લાખ બાળકો જીવે છે.

હવામાંના પ્રદુષણથી બાળકોમાં મગજને ઝેરી કચરાથી બચાવનારા ફિલ્ટરનું કામ કરે એવી મગજને લોહી પહોંચાડનારી નસોને નુકશાન કરીને ન્યૂરો દાહ પેદા કરે છે. અન્ય કેટલાક પ્રદુષકો ન્યૂરોડિજનરેટીવ રોગનું કારણ બને છે. કેટલાક પ્રદુષકો મગજમાંના સફેદ પ્રવાહીને નુકશાન કરે છે. મતલબ કે હવાનું પ્રદુષણ બાળકોના મગજને પણ કાયમી નુકશાન કરે છે.

નવી પેઢીમાં મગજના નુકશાનને બચાવવા માટે પણ હવે આપણે વિચારવું રહ્યું. અત્યારે તો દેશના ઔદ્યોગિક વિકાસ પામેલા નગરો સહિત દેશનું પાટનગર હવાના પ્રદુષણથી ગુંગળાઇ છે, ત્યારે તેની ગુંગળામણ ઓછી કરવા માટે નક્કર પગલાં ભરવા માટે આયોજન થવું જોઇએ એ સિવાય આપણે નવી પેઢીને તંદુર્સત રાખી શકશું નહીં, જેનું નુકશાન દેશને પણ થશે જ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp