26th January selfie contest

ચૂંટણી પંચનો ટ્વિટરને આદેશ: એક્ઝિટ પોલ સંબંધી ટ્વિટ પ્લેટફોર્મ પરથી દૂર કરો

PC: netdna.com

લોકસભા ચૂંટણીનું સાતમાં તબક્કાનું મતદાન 19 મેના રોજ થનાર છે. ચૂંટણી સમાપ્ત થતાં એક્ઝિટ પોલના પરિણામો આવવાની શરૂઆત થઇ જશે. ચૂંટણી પંચે એક્ઝિટ પોલ પહેલા ટ્વિટરને એક આદેશ આપ્યો છે કે તે લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ સાથે સંકળાયેલી તમામ પોસ્ટને ડિલીટ કરી દે. ચૂંટણી પંચના આ આદેશ બાદ ટ્વિટર યુઝર્સે ચૂંટણી પંચને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

લોકસભા ચૂંટણીના પરિણામ નજીક આવવાની સાથે જ સોશિયલ મીડિયા પર એક્ઝિટ પોલ કરીને રાજકીય પક્ષોના સમર્થનમાં કે વિરોધમાં પોસ્ટ અત્યારથી જ આવવા માંડ્યા છે. જોકે ચૂંટણી શરૂ થઇ ત્યારથી લોકો પોતાની ધારણાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. હવે આ પ્રકારની પોસ્ટ ટ્વિટર પર પણ જોવા મળી છે, સતત આ પ્રકારની ફરિયાદોને જોતા ચૂંટણી પંચે ટ્વિટરને આદેશ કર્યો છે કે તે પોતાના પ્લેટફોર્મ પરથી બધા એક્ઝિટ પોલને તુરંત હટાવી દે.

ઉલ્લેખની છે કે, ટ્વિટર પર ઘણી બધી ટ્વિટ્સ છે. ચૂંટણી પંચના આદેશ પછી ટ્વિટર પર આવા એક્ઝિટ પોલ્સને દૂર કરવું સરળ નહીં રહે. છ તબક્કા પૂર્ણ થયા બાદ ઘણાં લોકોએ પોતાની ધારણાં એક્ઝિટ પોલના રૂપે ટ્વિટર પર શેર કરી છે. આ ટ્વિટ કરોડોની સંખ્યામાં હશે. એવામાં ટ્વિટર માટે આ ટ્વિટને ફિલ્ટર કરવી વધારે મુશ્કેલ બનશે. જોકે ટ્વિટર તરફથી આ આદેશ પર હજી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp