પુરુષોની દાઢીમાં હોય છે કૂતરાના વાળ કરતા પણ વધુ ઘાતક બેક્ટેરિયા

PC: dbpost.com

હાલ, દાઢી રાખવાની ફેશન ચાલી રહી છે. રસ્તા પર દેખાતા પુરુષોમાંથી દર પાંચમા પુરુષની દાઢી હોય છે. પુરુષો કુલ ડૂડ બનવા માટે દાઢી વધારે છે અને તેની એટલી સાર-સંભાળ પણ રાખે છે. પરંતુ હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસના રિપોર્ટ અનુસાર, પુરુષોની દાઢીમાં કૂતરાના વાળ કરતા પણ વધુ ઘાતક બેક્ટિરિયા હોય છે. આ બેક્ટિરિયા માણસને બીમાર, ખૂબ જ બીમાર બનાવી શકે છે.

આ અભ્યાસ એ જાણવા માટે કરવામાં આવ્યો હતો કે શું માણસોમાં પણ કૂતરામાંથી પેદા થતા રોગો થવાનું જોખમ રહેલું છે? આ અભ્યાસમાં ચોંકાવનારું સત્ય જાણવા મળ્યું છે. આ અભ્યાસ માટે MRI સ્કેનરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 18 દાઢીવાળા પુરુષોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, સાથે જ 30 કૂતરાઓના ગળાના વાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોને અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, માણસોની દાઢીમાં મળી આવતા માઈક્રોબ્સનું સ્તર કૂતરાના વાળની સરખામણીમાં ખૂબ જ વધુ છે.

આ અભ્યાસમાં સામેલ તમામ 18 પુરુષ 18થી 76 વર્ષની ઉંમરના હતા. 7 પુરુષોના સેમ્પલમાં માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક જીવાણું મળી આવ્યા હતા. જ્યારે 30 કૂતરાઓના સેમ્પલમાંથી 20માં મોટી માત્રામાં બેક્ટેરિયા મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp