લગ્નના સ્ટાઈલિસ્ટ આઉટફિટ્સ સાથે આ સુંદર ક્લચ તમારા લુકને કરશે કમ્પલિટ

PC: charismaindia.com

જ્વેલરી, ફુટવેર્સ અને મેકઅપની સાથે જ ક્લચ પણ બ્રાયડલ એસેસરીઝનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ચુક્યા છે. ઈન્ડિયન વેર્સની સાથે હોય કે પછી વેસ્ટર્ન, ગર્લ્સ તેને દરેક પ્રકારના આઉટફિટ્સની સાથે બિંદાસ થઈને કેરી કરી રહી છે. નાનકડા ક્લચમાં જરૂરી સામાન પણ ફિટ થઈ જાય છે સાથે જ તે ઓવરઓલ લુકને પણ સ્ટાઈલિસ્ટ બનાવે છે. તો કયા પ્રકારના ક્લચેઝને તમે બ્રાયડલ આઉટફિટ્સની સાથે કેરી શકો છો, તે જાણી લો...

પર્લ ક્લચ

પર્લ ક્લચ દરેક પ્રકારના આઉટફિટ્સમાં આપશે એલિગન્ટ લુક. બ્રાયડલ ઉપરાંત તેને તમે બેસ્ટી, બહેન અને મમ્મી પણ કેરી કરી શકે છે. લગ્નના કોઈ ફંક્શનમાં ઈવનિંગ ગાઉન પહેરવાનો પ્લાન હોય તો તેમાં પર્લ ક્લચ ગોર્જિયસ લુક આપશે.

સ્ટોન ક્લચ

રોયલ લુક માટે દુલ્હનની પહેલી પસંદ છે સ્ટોન ક્લચ. આ ક્લચ અલગ સાઈઝ, શેપ અને વેરાઈટીમાં માર્કેટમાં અવેલેબલ છે. તેના પર દરેક પ્રકારના સ્ટોન્સનો ઉપયોગ કરીને તેને સુંદર લુક આપવામાં આવે છે. હાલ ગોલ્ડન, સિલ્વર અને કોપરની સાથે કલરફુલ ક્લચની પણ ડિમાન્ડ છે.

ફ્લોરલ ક્લચ

ફ્લોરલ ક્લચ બ્રાયડલ એસેસરીઝમાં ખૂબ જ વધુ ડિમાન્ડિંગ છે. તે ખૂબ જ સુંદર અને ટ્રેન્ડી હોય છે. વેસ્ટર્ન આઉટફિટ્સની સાથે તે પરફેક્ટલી મેચ થાય છે. જો તમારે રિસેપ્શન અથવા કોકટેલમા વેસ્ટર્ન કેરી કરવાનું હોય તો તેની સાથે ફ્લોરલ ક્લચ જરૂર કેરી કરો.

પર્સનલાઈઝ્ડ ક્લચ

પોતાના સ્પેશિયલ ડે પર સૌથી અલગ દેખાવા માટે હાલ ગર્લ્સ પર્સનલાઈઝ્ડ એસેસરીઝ ડિઝાઈન કરાવી રહી છે. જેમાં પર્સનલાઈઝ્ડ સ્લિંગ ક્લચમાં બોક્સ પેટર્ન સૌથી વધુ ડિમાડિંગ છે. તેમાં તમે પોતાનું નામ, પોતાના લગ્નની તારીખ, પતિનું નામ અથવા કોઈ મનપસંદ ડિઝાઈન કરાવી શકો છો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp