આજે ઉત્તરાયણના પાવન પર્વ પર તલ દાનનું છે વિશેષ મહત્ત્વ

PC: seriouseats.com

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે લોકો આ અવરસ પર અવનવી વાગનીઓનો સ્વાદ માણશે. આ અવસર પર લોકો ખીચડી, ઊંધિયું-પુરી, જલેબી, સીગદાણાની ચીક્કી, તલની ચક્કી જેવી અવનવી વાગનીઓથી ઉત્તરાયણ ઉત્સાહ સાથે સલિબ્રેટ કરે છે. વાસ્તવમાં આ તહેવાર સૂર્યનું દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં આવવાના આગમનને સત્કારવા માટેનું પર્વ છે. શિશિરની પ્રગાઢ ઠંડીની વિદાયનો સમય હવે આવી પહોંચ્યો છે અને હવે ઋતુરાજ વસંતના આગમન માટે સમગ્ર સૃષ્ટિ તૈયાર થઇ રહી છે, તેની છડી પોકારવાનો સમય એટલે મકરસક્રાંતિ. દરેક રાજ્યમાં લોકો પોતાની પરંપરાગત મુજબ ઉત્તરાયણનો પાવન તહેવાર મનાવેશે. તેમજ દરેક રાજ્યમાં ભોજન પણ અલગ-અલગ હોય છે, પરંતુ તલનો ઉપયોગ આ પર્વમાં લગભગ તમામ પરંપરામાં સરખો છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે તલનું દાન કરવાથી શનિના ખરાબ પ્રભાવથી મુક્ત મળેશે. તલ ખાવાથી, તલવાળા પાણીથી સ્નાન કરવાથી પાપમુક્તિ મળે છે. આ પાણીથી સારી શારીરિક શુદ્ધિ થાય છે. જેના કારણે વિચારો પણ સારા આવે છે. શ્રાદ્ધ અને તર્પણમાં તલનો ઉપયોગ થાય છે, જેનાથી દુષ્ટાત્માઓ, દૈત્યોથી મુક્તિ મળે છે. કડવી અને અનિષ્ટકારી વાતો ભૂલીને નવી શરૂઆત કરવાનો મકરસક્રાંતિનો દિવસ ગણાય છે.

ખગોળશાસ્ત્ર અનુસાર મકર રાશિનો સ્વામી શનિ અને સૂર્યના વિરોધી એવા રાહુ, એમ બંનેના અવલા ફળના નિવારણ માટે તલનો ખાસ પ્રયોગ- ઉપયોગ કરવામાં આવે છે. મકરસક્રાંતિના દિવસથી સૂર્યની ઉષ્ણતામાં વધારો થાય છે. સૂર્ય ધીમે ધીમે વધુ ગરમ થવા લાગે છે. તેની સામે તલ શારીરિક રક્ષણ આપે છે. ભગવાન વિષ્ણુને તલ ખૂબ પ્રિય છે. તલનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ ખુશ થઇ જાય છે. તેના થકી રાહુ અને શનિદોષનો પણ નાશ થાય છે.

મકરસક્રાંતિના દિવસે ૧૪મી જાન્યુઆરીના રોજ સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરતા હોય છે. મકર રાશિના સ્વામી શનિ છે. શનિ સૂર્યના પુત્ર હોવા થતાં પણ શનિ સાથે શત્રુભાવ રાખે છે. શનિદેવના ઘરમાં સૂર્યની ઉપસ્થિતિ દરમિયાન શનિ તેમને હેરાન ન કરે એ માટે મકરસક્રાંતિના દિવસોમાં તલનું દાન અને તલનું સેવન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે પોષ મહિના દરમિયાન તલ વડે જે વ્યક્તિ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તેનાં તમામ કષ્ટો દૂર થાય છે. એટલે ૧૪મી જાન્યુઆરી મકરસંક્રાન્તિ અને ઉત્તરાયણના દિવસે કોઇને કોઇ સ્વરૂપે તલ ખાવાથી તમામ અનિષ્ટો દૂર થાય છે અને એટલે જ મકરસંક્રાન્તિ અને ઉત્તરાયણને ઘણા તલ-સન્ક્રાન્તિ પણ કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp