26th January selfie contest

મકરસંક્રાંતિના દિવસે કરો રાશિ પ્રમાણે દાનઃ નવ પ્રકારના પુણ્યનું મહત્ત્વ

PC: timesnow.tv

(૧) અન્નદાન (૨) જલદાન, (૩) શય્યા (મકાન) દાન, (૪) પાત્રદાન, (૫) વસ્ત્રદાન (૬) વિનય, (૭) મનથી ભલું વિચારવું, (૮) વચનથી ભલું બોલવું, (૯) કાયાથી ભલું કરવું. કબીરદાસજી તો કહે છે- પાની બાઢ્યો નાવમેં, ધરમેં બાઢ્યો દામ, દોનોં હાથ ઉલેચિયે, યહીં સયાનો કામ. આ રીતે આપણા આંગણે આવેલા યાચકને મનથી શ્રદ્ધા પ્રમાણે દાન આપીએ.

રાશિ પ્રમાણે સંક્રાંતિનું દાન

મેષ -વૃશ્ચિકઃ- મસૂરની દાળ, કેસર, લાલ વસ્ત્ર ઘી

વૃષભ-તુલાઃ- ચાંદી, સફેદ વસ્ત્ર, સુંગધિત પદાર્થ, દૂધ-દહીં

મિથુન-કન્યાઃ- લીલા વસ્ત્ર, કાંસાના વાસણ, તુલસી વૃક્ષ, ખાંઢ અનેક પ્રકારના ફળફળાદિ

કર્કઃ- ચોખા, સફદ વસ્ત્ર, સફેદ ચંદન અને ખાંડ

સિંહઃ- તલ , તાંબાના વાસણ, ઘી, ગોળ, લાલ વસ્ત્ર, ધી

ધન-મીનઃ- હળદર, ચણાની દાળ, ધાર્મિક પુસ્તકો, પીળા વસ્ત્ર,મધ

મકર-કુંભઃ લોખંડ,સ્ટીલના વાસણો, તલ, અડદ, કાળા વસ્ત્ર, ઉનના વસ્ત્રો, બૂટ, ચંપલ, તેલ.

તલના તેલનું માલિશઃ- તલના તેલનું માલિશ ઠંડીની સિઝનમાં તલના તેલનું માલિશ કરવાથી ચામડીની રૂક્ષતા દૂર થાય છે. ચામડીને જરુરી વિટામીન મળે છે.

તલનું સેવનઃ- તલનું સેવન પેટમાં થયેલા વાયુનો નાશ કરે છે. જાડા વ્યકિતઓ તલનું તેલ લે તો શરીરનો મેદ ઓછો થાય છે. સ્ત્રીઓને માસિકની તકલીફમાં રાહત થાય છે. પાચનતંત્રમાં સુધારો થાય.

શેરડીઃ- શેરડી શકિતવર્ધક અને શરીરમાં શીતળતા લાવનાર છે. પેટમાં કૃમિનો નાશ કરે છે. ગ્લુકોઝ ત્વરિત મળતો હોવાથી એનીમિયાના દર્દીઓ માટે ઉત્તમ. ડાયાબીટીઝ હોય તેમને શેરડી ખાવી નહીં, શેરડીનો રસ પીવો નહીં. દાન આપી

આખા મગ-મગની દાળઃ- પ્રોટીનનો સૌથી મોટો સોર્સ હોવાથી મગ અને મગની દાળની ખીચડી બનાવીને ખાવાનું વિશેષ મહત્ત્વ છે. પચવામાં હલકાં હોવાથી બિમાર વ્યકિત માટે ઉત્તમ મનાય છે. શરીરની નિર્બળતા દૂર કરે છે. કબજિયાતનો ઇલાજ આખા મગ છે.

જન્મકુંડળીમાં સૂર્યની સ્થિતિ અને મંત્ર ઉપાસના

સૂર્ય ગ્રહ-પીડા નિવારવા મકર સંક્રાંતિથી સાત દિવસ સુધીની ઉપાસના અને મંત્રજપ. પ્રતિકૂળ સંજોગોના કારણે આજના સમયમાં ધણા બધા લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. આ કામ મારાથી પુરુ થશે કે નહીં? હંમેશા આત્મવિશ્વાસના અભાવે હાથમાં આવેલી સફળતાની તકો જતી રહે છે તે સ્થિતિમાંથી રાહત મેળવવા માટે, આત્મવિશ્વાસ વધારવા માટે જયોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરાએ વધુમાં જણાવ્યું કે મકર સંક્રાંતિના દિવસથી સાત દિવસ સુધી સૂર્ય મંત્રના જપ કરવાથી વિશેષ લાભ થાય છે. મંત્ર આ પ્રમાણે છે. આ મંત્રો દર મહિનાની સાતમના દિવસે કરવાથી વધુ લાભ થાય.

ૐ હ્રાઁ હ્રીં હ્રૂઁ સઃ સૂર્યાય નમઃ , વેદમંત્ર, સૂર્ય ગાયત્રી મંત્ર,

આદિત્યાય વિદ્મહે ભાસ્કરાય ધીમહિ તન્નો સૂર્યઃ પ્રચોદયાત્‍

જયોતિષશાસ્ત્રમાં સૂર્યનું પ્રભુત્વ

સૂર્યની કૃપા પ્રાપ્તિ માટે, સૂર્યથી સકારાત્મક ઉર્જા પ્રાપ્તિ માટે, આધ્યાત્મનો સંદેશ આપતું પર્વ ઉત્તરાયણ.

સૂર્ય સિંહ રાશિના સ્વામી છે. જેથી જેની કુંડળીમાં સૂર્ય નબળો હોય તેને સૂર્યનો નંગ માણેક પહેરી શકાય.

રવિવારના દિવસે ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા વધુ લાભદાયી રહે.

સૂર્ય કૃતિકા, ઉત્તરાષાઢા અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો સ્વામી છે.

સૂર્ય પિતાનું પ્રતિનિધિત્વ કરે જેથી સૂર્યની સ્થિતિ નબળી હોય તો પિતાશ્રીની સેવા કરવાથી સૂર્ય ગ્રહની શાંતિ થાય

ભારતીય જયોતિષમાં સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. સૂર્ય નબળો હોય ત્યારે આત્મવિશ્વાસનો અભાવ રહે છે. જેથી આત્મવિશ્વાસ વધારવા માટે સૂર્ય ઉપાસના લાભદાયી.

સૂર્યના દેવતા ભગવાન શંકર અને મંદિર, સુંદર મહેલ, જંગલ, કિલ્લા તથા નદીનો કિનારો સૂર્યદેવતાનું નિવાસસ્થાન છે.

સૂર્યનું અયન છ માસનું હોય છે. છ મહિના દક્ષિણાયન અને છ મહિના ઉત્તરાયણ

હાડકાંઓનું બંધારણ, પેટ,આંખ, હૃદય અને ચહેરાનું પ્રતિનિધિત્વ સૂર્ય કરે છે.

સૂર્યદેવનો શુભ વાર રવિવાર, સૂર્યના શત્રુ ગ્રહ શનિ અને શુક્ર તથા સૂર્યના મિત્ર ગ્રહ ચંદ્ર, મંગળ અને ગુરુ છે.

સૂર્ય ગ્રહનું રત્ન માણેક અને ધાતુ તાંબુ છે. સૂર્ય ગ્રહના દુષ્પ્રભાવમાંથી બચવા માટે ઘી, લાલ વસ્ત્ર, સોનુ, મિઠાઇ, કપિલા ગાય, ગોળ અને તાંબાનું દાન કરવુ

સોનાનો વેપાર, લાંકડાનો વેપાર,૩લેકટ્રીક સામાનનો વેપાર વગેરે પર સૂર્યનો પ્રભાવ હોય છે.

કુંડળીમાં સૂર્ય ગ્રહ નબળો હોય તો સૂર્ય દેવતાને તાંબાના લોટામાં જળ ચડાવવુ તથા સૂર્ય સ્તોત્ર,ગાયત્રી મંત્ર વગેરે કરવા.

સૂર્ય ઘી, પથ્થર, ધી,દવા અને માણેક પર પોતાની અસર કરે છે. સૂર્યની વિશોંતરી દશા છ વર્ષની હોય છે.

(જયોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરા)

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.