Valentine’s Day: જાણો જાતિ-ધર્મની પરંપરાને તોડીને લગ્ન કરનાર નેતાઓની લવ સ્ટોરી

PC: hindustantimes.com

આપણે સૌ જાણીએ છે કે પ્યારને કોઈ દિવસ ધર્મ, જાતિ અથવા સમુદાય નડતો નથી. તેના ઘણા ઉદાહરણ આપણને આપણી આસપાસની લાઈફમાંથી જ મળી રહેતા હોય છે. આજે જ્યારે આખી દુનિયા વેલેન્ટાઈન ડેના સેલિબ્રિશનમાં વ્યસ્ત છે, ત્યારે ભારત જેવા દેશમાં જ્યાં ધર્મ અને જાતિને ઘણું પ્રાધાન્ય આપવામાં આવે છે તેવા સમાજમાં ઘણા એવા નેતો છે જેમણે ધર્મ, જાતિ અને સમાજના આવા બંધનોને તોડીને પોતાના પ્યાર સાથે લગ્ન કર્યા છે. તો ચાલો તેમની દિલચસ્પ સ્ટોરીઓ જાણી લઈએ.

ભાજપના નેતા શાહનવાઝ  હુસૈનના પ્રેમની સ્ટોરી ઘણી રસપ્રદ છે.તેમની પત્ની રેણુ સાથે તેમની પહેલી મુલાકાત દિલ્હીની ડીટીસી બસમાં થઈ હતી. ધીમે ધીમે તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને આઠ વર્ષ ચાલેલી તેમની આ દોસ્તી અને સમાજના વિરોધનો સામનો કર્યા પછી તેઓએ લગ્ન કર્યા હતા. આજે તેઓ તેમના બે બાળકો સાથે ખુશી ખુશી તેમની લાઈફ જીવી રહ્યા છે.

મધ્ય પ્રજેશના પુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા દિગ્વીજય સિંહ ટીવી એન્કર અમૃતા રાયને તેમની પત્ની આશાના મૃત્યુ પછી મળ્યા હતા. જ્યારે તેમના આ સંબંધ વિશે તેમના બાળકોને ખબર પડતા તેમણે વિરોધ કર્યો હતો. પરંતુ તેનાથી તેમને કોઈ ફરક ન પડયો અને બંનેએ લગ્ન કરી લીધા હતા.

બધા નેતાઓમાં પપ્પુ યાદવની સ્ટોરી સૌથી અલગ છે. અક મર્ડરના કેસમાં બંને સજા કાપી રહ્યા હતા, ત્યારે તેમને રંજીતા સાથે પ્રેમ થયો હતો. રંજીતાની એક જલક મેળવવા માટે તેઓ ટેનીસ કોર્ટ પહોંચી જતા હતા, જ્યાં તેઓ ટેનીસ રમવા આવતી હતી. યાદવે પોતાના પ્રેમ સાથે લગ્ન કરવા માટે ઘણી મહેનત અને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેનું મુખ્ય કારણ હતું રંજીતા શીખ હતી અને તે પોતે હિંદું હતા. એટલું જ નહીં તેમણે એક વખત આપઘાત કરવાની પણ કોશિશ કરી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની ડિમ્પલ રાવત સાથે મુલાકાત તેમના એન્જીનીયરીંગના દિવસો દરમિયાન થઈ હતી. તે સમયે અખિલેશની 21 વર્ષના અને ડિમ્પલ 17 વર્ષની હતી. પહેલી મુલાકાતમાં જ બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ હતી, જે સમય જવાની સાથે પ્રેમમાં બદલી ગઈ હતી. પોતાના પરિવારને મનાવવા માટે ખિલેશે તેમની દાદીની મદદ લીધી હતી અને થોડી મુશ્કેલીઓ પછી તેઓ એકબીજા સાથે લગ્નના સંબંધમાં બંધી ગયા હતા.

સુનંદા પુષ્કર કોંગ્રેસના નેતા અને પુર્વ વિદેશી મામલોના રાજ્યમંત્રી શશી થરુરની ત્રીજી પત્ની હતા. બંનેને ડ્રીમ કપલ તરીકે જોવામાં આવતા હતા. બંનેની મુલાકાત દુબીની એક હોટેલમાં થઈ હતી. જેના ચાર મહિના બાદ તેમણે લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્નના ચાર વર્ષ પછી સુનંદા પુષ્કરની લાશ દિલ્હીની એક હોટલના રૂમમાંથી મળી આવી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અમૃતાના લગ્ન એરેન્જ હતા પરંતુ તેને તેમણે લગ્ન પહેલા લવ મેરેજમાં ફેરવી દીધા હતા. અમૃતાએ દેવેન્દ્ર ફડણવીસને કહ્યું હતું કે તેઓ દરેક છોકરીની જેમ ચા અને નાસ્તો લઈને આવશે નહીં. તેમની  વાતને તેમણે માની લીધી હતી.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp