VIDEO: કાઈટ ફેસ્ટીવલની મહેમાન બની રાની મુખર્જી, ચગાવ્યા પતંગ

12 Jan, 2018
10:31 PM

અમદાવાદમાં હાલ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે. ત્યારે આ કાઈટ ફેસ્ટીવલમાં બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી પણ મહેમાન બની હતી. રાની મુખર્જીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો એટલું જ નહિ સાથે પતંગ પણ ચગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાની તેની આગામી ફિલ્મ 'હિચકી'ના પ્રમોશન માટે અમદાવાદ આવી હતી. અહીં રાની મુખર્જી તેના આકર્ષક અંદાજમાં જોવા મળી હતી અને ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું.