14 જાન્યુઆરીએ જ કેમ ચગાવાય છે પતંગ?

PC: flickr.com

શ્વેત આકાશમાં ધરતીનાં પ્રેમ પત્ર સ્વરૂપ પતંગોને ઉડાડીને વિવિધ રંગી પતંગોથી આકાશને રંગવાનો અનોખો તહેવાર ઉત્તરાયણ શહેરમાં ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે વહેલી સવારથી પતંગ રસિયાઓ ધાબા પર ચઢી જાય છે અને ફ્રેન્ડ્સ તેમજ રિલેટિવ્સ સાથે ઉત્તરાયણ સેલિબ્રેટ કરે છે. આ દિવસે ગુજરાતનો માહોલ જ અનેરો હોય છે. લાઉડ મ્યૂઝિક, તલના લાડુ, ઊધિયું સાથે ગુજરાતની ધાબા પરની ઉત્તરાયણનો માહોલ કંઇક અલગ જ હોય છે પણ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ જ કેમ ઉત્તરાયણ ઉજવાય છે? તેની પાછળ કેટલાંક રસપ્રદ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો છે.

તહેવાર લાવે છે શુભ સંદેશ

ઉત્તરાયણ ઉત્સાહ, આનંદ અને શુભ સંદેશો લાવે છે. મકર સંક્રાંતિના દિવસથી તમામ સારા કામોની શરૂઆત થાય છે. આ દિવસથી કમૂર્તા ઉતરતા લોકો વિવાહથી લઇને તમામ સારા કામોની પહેલ કરી શકે છે. પતંગ ચગાવવા લોકો ભેગા થાય છે. જેથી ભાઈચારો વધે છે. પતંગ ઉંચે ઉડવથી જીવનમાં આગળ વધવા અને ઊંચાઇઓ પાર કરવાની સાથે જ મુશ્કેલીઓ વચ્ચે પણ જીવનને માણવાની શીખ મળે છે.

વૈજ્ઞાનિક તથ્ય

મકર સંક્રાંતિના દિવસે સૂર્યના કિરણો લાભદાયી મનાય છે. એવું કહેવાય છે કે સૂર્યનો સવારનો કૂણો તડકો વિટામીન ડી સમેત તમારા શરીર માટે લાભકારી રહે છે. 10 વાગ્યા સુધી આ તડકાનો લાભ લઇને ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવામાં વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે.

પતંગ આપે છે જીવનનો સંદેશ

ઉત્તરાયણમાં ફક્ત પતંગ ઉડાવવું જ પૂરતું નથી. પતંગને આકાશમાં લઇ જઇને તેને બીજા પતંગોથી બચાવવાનું કામ પણ અઘરું હોય છે. આ માટે ફીરકી પકડનાર અને પતંગ ચગાવનારનો તાલમેળ પણ એટલો જ જરૂરી બને છે. પતંગ આપણને જીવનની એક શીખ આપે છે કે પતંગ ચગે નહીં ત્યાં સુધી તમે પ્રયાસ કરતા રહો. પવન હોય કે ના હોય, પતંગ ચગાવતા આવડતું હોય કે ના હોય પ્રયાસ કરતા રહેવું મહત્વનું છે. જે શીખવા જેવું છે અને જો એકવાર પતંગ ચગી જાય પછી તેને કેવી રીતે સાચવવો તેની રીત પણ આપણને ઘણું બધું શીખવાડી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp