26th January selfie contest

FIFA 2018: ક્રોએશિયા કે ઇંગ્લેન્ડ? કોણ જીતશે આજે?

PC: twitter.com/FIFAWorldCup

ફિફા 2018મા ગઈકાલની મેચમાં બેલ્જિયમને હરાવીને ફ્રાન્સે ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે આજે દુનિયાભરની નજર બીજી સેમીફાઈનલનાં ઈગ્લેન્ડ અને ક્રોએશિયાના મેચ પર રહેશે. ક્રોએશિયા ૨૦ વર્ષ બાદ અંતિમ ચારમાં પ્રવેશ્યું છે. અને પહેલેથી અનબિટેબલ પરફોર્મન્સ આપતું આવ્યું છે. ત્યારે ઈંગ્લેન્ડ છેલ્લા પર વર્ષમાં પહેલી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા કરવાની તૈયારી કરી રહ્યું છે. તો શકિતશાળી ફ્રાન્સ સામે ઈગ્લેન્ડ રમશે કે ક્રોએશિયા તેનો ફેસલો સેમિફાઈનલ રાઉન્ડ પૂર્ણ થતા જ થઈ જશે.

આજની મેચમાં ઈગ્લેન્ડના કેપ્ટન હેરી કેનની સાથે રશફોર્ડ, રહીમ સ્ટર્લિંગ, જેસી લિન્ગાર્ડ તેમજ હેન્ડેરસન જેવા ખેલાડીઓ પાસેથી લોકોને આશા છે. જયારે ક્રોએશિયાની ટીમ કેપ્ટન લુકા મોડ્રિક, માન્ઝુકિચ, ક્રામારિચ, રેબિચ અને રેકિટિચ પર નિર્ધારીત રહેશે. રશિયામાં ચાલી રહેલી 21મા ફૂટબોલ વર્લ્ડ કપનાં અંતિમ મૂકાબલામાં માત્ર ગણતરીનાં દિવસો જ વધ્યા છે. ત્યારે આજે ઈગ્લેન્ડ અને ક્રોએશિયામાંથી એક ટીમ નિરાશ થઈ જશે તો બીજી ટીમ ફ્રાન્સ સામે ફાઈટ ટુ ફીનીશ માટે લડશે આ વર્ષે ઈગ્લેન્ડની ટીમમાં ઘરા નવા ચહેરા જોવા મળ્યા છે. તો ક્રોએશિયા પાસે જુના ધુરંધરો છે. ફ્રાન્સ–બેલ્જિયમની સેમિફાઈનલ 51મી મીનીટનાં સેમ્યુલનાં ગોલથી ફ્રાન્સ 1-0થી બેલ્જિયમ સામે જીત્યુ હતુ ત્યારે રવિવારે ફ્રાન્સ સામે ક્રોએશિયા અથવા ઈગ્લેન્ડ ટકરાશે.

સેમીફાઈનલમાં શરૂઆતી 16 મિનિટ ખૂબજ રસપ્રદ રહી હતી જયારે ડે બ્રુએને વાઈડ શોટમાં ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો બેલ્જિયમ તરફથી બોરીશે સ્માર્ટ શોટથી ફ્રાન્સને છંછેડયું હતુ પ્રથમ હાફમાં બંને ટીમો ગોલ કરવાના પ્રયાસો કરતી રહી પરંતુ એક પણ ગોલ થયો નહતો. જોકે અંતે ફ્રાન્સ ફાઈનલમાં પહોચ્યું હતુ.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp