બજારમાંથી ગાયબ ગરમી અને રમઝાનનું મનપસંદ ડ્રિંક રુહ અફઝા, આ છે કારણ

PC: menswelfare.com

ગરમીમાં તેમજ રમઝાનના મહિનામાં રુહ અફઝાની ડિમાન્ડ ખૂબ જ વધી જાય છે. ગરમીમાં ઠંડક મેળવવા માટેનું તે લોકોનું મનપસંદ ડ્રિંક છે. પરંતુ, આ વખતે ગરમીની સિઝનમાં રુહ અફઝા બજારમાંથી ગાયબ છે. રુહ અફઝાના દીવાનોઓ તેને લઈને ટ્વિટ કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આમ અચાનક ગાયબ થવા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રો-મટિરિયલની શોર્ટેજને કારણે બજારમાં તેની સપ્લાય પ્રભાવિત થઈ છે.

રમઝાન મહિનો શરૂ થયો છે, તો તેના દીવાનાઓ ટ્વિટ કરીને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, રુહ અફઝા વિના રમઝાન મહિનો કેવી રીતે જશે. જોકે, રુહ અફઝા ઓનલાઈન મળી રહ્યું છે, પરંતુ તેની કિંમત ખૂબ જ વધારે છે. Amazon પર રુહ અફઝાની 750mlની બોટલ 549 રૂપિયામાં મળી રહી છે.

જોકે, કંપની તરફથી રુહ અફઝાના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. કંપની પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હવે રુહ અફઝાનું ઉત્પાદન જોરશોરથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તે બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, હમદર્દ પરિવારમાં આંતરિક કલહની વાતોને પણ કંપનીએ નકારી કાઢી હતી.

1906માં શરૂ થયેલી હમદર્દ કંપનીના દિલ્હી, માનેસર અને ગાજિયાબાદમાં પ્લાન્ટ્સ છે. કંપની ગત વર્ષે ઔરંગાબાદમાં પોતાનો ચોથો પ્લાન્ટ બનાવવાની તૈયારીમાં હતી. રિપોર્ટ અનુસાર, 2018ના નાણાકીય વર્ષમાં કંપનીનું ટર્નઓવર 700 કરોડ રૂપિયા હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp