દરરોજ 2 કરતા વધુ ઈંડા ખાનારા ચેતી જાય

PC: nbcnews.com

જો તમે ઈંડાના શોખીન હો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. એક અધ્યયનમાં ચેતવણી આપવામાં આવી છે કે, દરરોજ 2 ઈંડા કરતા વધુ ઈંડા ખાવાથી મૃત્યુનું જોખમ વધવાની સાથોસાથ હૃદય સંબંધી બીમારીઓ થઈ શકે છે. અમેરિકન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત એક અધ્યયનમાં આવો દાવો કરવામાં આવ્યો છે.

આ અધ્યયન માટે અમેરિકામાં આશરે 30000 વયસ્કોના આહાર, સ્વાસ્થય અને જીવનશૈલીના આદતોનું 31 વર્ષો સુધી અધ્યયન કરવામાં આવ્યું અને તેમાં જાણવા મળ્યું કે, વધુ માત્રામાં ઈંડા ખાવાથી તેમાં રહેલ કોલેસ્ટ્રોલ શરીરને બીમાર કરી દે છે. અમેરિકાના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, એક મોટા ઈંડામાં 200 મિલીગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે. એક દિવસમાં 300 મિલિગ્રામ કરતા વધુ કોલેસ્ટ્રોલ ખાવાથી હૃદય સંબંધી બીમારી થવાનું જોખમ 17 ટકા અને મૃત્યુનું જોખમ 18 ટકા જેટલું વધી જાય છે.

ઈંડા ખાવાના ફાયદા

ઈંડાને પ્રોટીન, કેલ્શિયમ તેમજ ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે તમામ પોષક તત્વો આપણા શરીર માટે જરૂરી હોય છે. આ ઉપરાંત, કેલ્શિયમથી દાંત અને હાડકાં મજબૂત બને છે.

ઈંડા ખાવાથી તમારા શરીરને જરૂરી એમિનો એસિડ મળે છે, જેને કારણે શરીરનું સ્ટેમિના વધે છે.

ઈંડામાં વિટામિન A હોય છે, જે વાળને મજબૂત બનાવવાની સાથે આંખોની રોશની વધારે છે.

ઈંડામાંથી મળતા ફોલિક એસિડ તેમજ વિટામિન B-12 સ્તન કેન્સરથી બચાવે છે, વિટામીન B-12 મગજની પ્રક્રિયામાં મદદ કરે છે અને સ્મરણ શક્તિ વધારે છે.

ગર્ભવતી મહિલાઓએ પોતાના આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ, તે ભ્રૂણને વિકસિત કરવામાં મદદ કરે છે.

ઈંડા ખાવાના નુકસાન

ઈંડા ખાતા પહેલા એ ચેક કરી લો કે તેને યોગ્યરીતે બનાવવામાં આવ્યા છે, કારણ કે અડધા કાચા ઈંડાથી સાલ્મોનેલાનું જોખમ રહેલું છે, જેને કારણે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. ઈંડાને યોગ્યરીતે બનાવામાં ન આવે તો તેને કારણે સોજા, ઉલ્ટી તેમજ પેટની અન્ય સમસ્યા થઈ શકે છે.

ઈંડાનું વધુ સેવન કરનારા લોકોમાં કેન્સર થવાનો ડર રહેલો છે. એક નવા રિસર્ચ અનુસાર, અઠવાડિયામાં ત્રણથી વધુ ઈંડા ખાવાથી પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

જે લોકોને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ તેમજ હૃદય સંબંધી બીમારી છે, તેમણે ઈંડાનો પીળો ભાગ ન ખાવો જોઈએ. તેમાં વધુ માત્રામાં કોલેસ્ટ્રોલ હોય છે, જે હૃદય માટે નુકસાનકારક છે.

વધુ માત્રામાં ઈંડા ખાવાથી લકવો, નપુંસકતા, પગમાં દુઃખાવો, જાડાપણાની સમસ્યા થઈ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp