સ્વિગી-ઝોમેટો 1 જુલાઈથી ડિલિવર કરશે માત્ર ક્વોલિટી ફૂડ, FSSAIએ બનાવ્યો નવો નિયમ

PC: indiatimes.com

ભારતીય ખાદ્ય સુરક્ષા તેમજ માનક પ્રાધિકરણ (FSSAI)એ ઓનલાઈન ખાવાનું ઓર્ડર કરવા અને ડિલિવરી સુવિધા આપનારી સ્વિગી-ઝોમેટો જેવી કંપનીઓને ક્વોલિટી ફૂડ પહોંચાડવાના કડક નિર્દેશ આપ્યા છે. FSSAIએ ઉપભોક્તાઓના હિતોને ધ્યાનમાં રાખીને આ એગ્રીગેટર કંપનીઓ માટે 1 જુલાઈથી નવી ગાઈડલાઈનનું પાલન કરવુ અનિવાર્ય બનાવી દીધુ છે. FSSAIના જણાવ્યા અનુસાર, 1 જુલાઈથી સ્વિગ-ઝોમેટો જેવી કંપનીઓએ ખાવાનું ડિલિવર કરતા પહેલા એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે જે રેસ્ટોરાં અથવા હોટેલનું ખાવાનું તેઓ ડિલિવર કરે છે, તેના પર પોષક તત્વોની પૂરી જાણકારી હોય. તમામ ઈ-કોમર્સ ખાદ્ય કારોબાર પરિચાલકો (એફબીઓ)ને લખેલા પત્રમાં FSSAIએ કહ્યું છે કે, તે પોતાની મોબાઈલ એપ સહિત તમામ પ્લેટફોર્મ પર ખાદ્ય વસ્તુઓમાં ઉપસ્થિત કેલરી, પોષક તત્વોની હાજરી અને તેના દુષ્પ્રભાવો સાથે સંબંધિત જાણકારીને અનિવાર્યરીતે પ્રદર્શિત કરશે. આવુ કરવાથી ઉપભોક્તાને સારી ખાદ્ય પ્રોડક્ટ પસંદ કરવામાં સરળતા રહેશે.

FSSAI ખાદ્ય સેવા પ્રતિષ્ઠાનો માટે વર્ષ 2020માં લેબલિંગ અને આંકડા પ્રદર્શિત કરવાનો નિયમ લઈને આવ્યું હતું. હવે તેને ઈ-કોમર્સ ફૂડ કંપનીઓ પર લાગૂ કરવામાં આવી રહ્યું છે. આ કડીમાં પ્રાધિકરણે સ્વિગી-ઝોમેટો જેવી કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે, તે પોતાની મોબાઈલ એપ સહિત તમામ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર પોષણ સંબંધી જાણકારીઓ ડિસ્પ્લે કરવાની વ્યવસ્થા કરે. તેનો ઈરાદો એક તો ઉપભોક્તા સુધી ગુણવત્તાપૂર્ણ ખાદ્ય સામગ્રી પહોંચાડવાનો છે અને બીજું તેના દુષ્પ્રભાવો પ્રત્યે લોકોને સચેત કરવાનો છે.

FSSAIએ પોતાના તમામ ક્ષેત્રીય નિદેશકોને કહ્યું છે કે, ફૂડ ડિલિવરી કરનારા ઓનલાઈન પ્લેટફોર્મ પર આ દિશા-નિર્દેશોના પાલનની દેખરેખ કરવામાં આવશે. FSSAIના સ્પષ્ટ નિર્દેશ છે કે, 1 જુલાઈ, 2022થી ’Display of Information in Food Service Establishments (Labelling and Display) Regulations 2O2Oનું કડકાઈપૂર્વક પાલન કરવામાં આવવુ જોઈએ. તે અંતર્ગત પોષક તત્વો, તેમા મળી આવતા પદાર્થો અને તેના નુકસાનની પૂરી જાણકારી ડિસ્પ્લે થવી જરૂરી છે.

ઓનલાઈન ફૂડ ઓર્ડર લેનારી અને ડિલિવર કરનારી પ્રમુખ કંપની ઝોમેટોના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે પહેલાથી જ આ નિયમોનું પાલન કરી રહ્યા છીએ. અમારી સાથે સંકળાયેલી રેસ્ટોરાં અત્યારસુધી સ્વેચ્છાથી ખાદ્ય ઉત્પાદોની પોષકતા અને તેના નુકસાનની જાણકારી આપી રહી છે. હવે અમે તેમનો આ જાણકારીઓને અનિવાર્યરીતે શેર કરવાને લઈને સંપર્ક કરી રહ્યા છીએ. આ પગલાંથી અમારા ગ્રાહકોને તમામ જરૂરી જાણકારીઓ મળી શકશે. સ્વિગીએ હાલ તેના પર કોઈ જવાબ નથી આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp