Recipe: હરાભરા કબાબ

PC: netdna-cdn.com

સર્વિંગઃ 4
 
કુલ સમયઃ 30 મિનિટ
 
સામગ્રીઃ
2 કપ પાલક
2 બટાકા
3/4 કપ વટાણા
1 લીલું મરચું
1/2 ટી.સ્પૂન ઝીણું સમારેલું આદું
2 ટે.સ્પૂન કોથમીર
1 ચપટી હળદર
1/4  ટી.સ્પૂન ગરમ મસાલો
3/4 ટી.સ્પૂન આમચુર પાવડર
3 કપ બ્રેડક્રમ્સ
મીઠું અને તેલ સ્વાદ પ્રમાણે
 
બનાવવાની રીતઃ
સૌ પ્રથમ બટાકા, વટાણા અને પાલકને બાફી લો. બફાઈ ગયા પછી એક પેનમાં પાલક અને વટાણામાં મીઠું નાખી બંનેનું પાણી બળી જાય ત્યાં સુધી ગેસ પર થવા દો. પાણી બળી ગયા પછી મિક્સર બાઉલમાં પાલક, વટાણા, મરચું અને આદું નાખીને અકસરખી પેસ્ટ થાય તેટલું ગ્રાઈન્ડ કરી લો. હવે એક બાઉલમાં મળશેલા બટાકા, તૈયાર કરેલી પેસ્ટ, ગરમ મસાલા, આમચુર પાવડર, બ્રેડક્રમ્સ અને મીઠું નાખીને મિક્સ કરી લો. હવે તૈયાર મિશ્રણને ગોળ પેટીસનો આકાર આપી બ્રેડ ક્રમ્સમાં રગદોળી એક નોન-સ્ટીક પેનમાં તેલ નાખી બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેલોફ્રાય કરો. તૈયાર થયેલા કબાબને તમે સ્ટાર્ટર તરીકે કેચઅપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.