ઉનાળાની ગરમીમાં ઘરે જ માણો કુલ્ફીનો સ્વાદ, જાણો રેસિપિ

PC: hungryforever.com

ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ગઇ છે. એમાં પણ બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો શેરડીનો રસ, બરફગોળો, આઇસ્ક્રીમ અને કુલ્ફીની મજા માણતા ઠેરઠેર જોવા મળતા હોય છે. પણ ઘણીવાર બજારમાં મળતી કુલ્ફી બનાવતી વખતે કેવા પાણીનો ઉપયોગ કર્યો હશે અથવા તેમાં કેવી સામગ્રીનો ઉપયોગ કર્યો હશે તેને લઇને પણ લોકોને ચિંતા સતાવતી હોય છે. બજારમાં મળતી કુલ્ફીમાં હલકી કક્ષાની સામગ્રી વાપરવામાં આવે છે તેવામાં તમે ઘરે જ કુલ્ફી બનાવી તેનો સ્વાદ માણી શકો છો. અહીં બદામ કુલ્ફી, મિક્ષ સુકામેવા, અને મલાઇ કુલ્ફી કેવી રીતે બનાવશો તેની રેસિપિ આપવામાં આવી છે.

મીક્ષ સુકામેવાની કુલ્ફી:

 

 

સામગ્રી:

  • ક્રીમવાળું દૂધ (ઉકાળીને અડધું કર્યા પછી ) 3 કપ
  • ખાંડ 5 : ટે. સ્પૂન
  • કોર્નફ્લોર : 1 ટે. સ્પૂન
  • કાજુ, બદામ, અખરોટ, ખારેક, અંજીર, ખજૂર, દ્રાક્ષ (આ બધા સૂકા મેવાના નાના ટુકડા ) : ½ કપ

રીત:

  1. દૂધ ઉકાળી તેમાં ખાંડ નાખવી.
  2. ખાંડ ઓગળે એટલે થોડા દૂધમાં કોર્નફ્લોર ભેળવી ,તેને ખાંડવાળા દૂધમાં રેડીને 2-3 મિનિટ ઉકાળવું.
  3. તેને સતત હલાવતા રહેવું.
  4. ત્યારબાદ આ દૂધને આંચ પરથી ઉતારી ઠંડુ પડે ત્યારે મિક્ષરમાં એક મિનિટ ભેળવી દો. સાથે થોડો સૂકો મેવો પણ આ દૂધના મિશ્રણમાં ભેળવો.
  5. કુલ્ફી બનાવવાની ડબ્બીમાં થોડો થોડો માવો ભરી ઉપર કુલ્ફીનું મિશ્રણ ભરવું અને આ ડબ્બીઓને બંધ કરી ફ્રીઝરમાં જમાવવા મુકો. 


મલાઈ કુલ્ફી:

સામગ્રી:

  • 1.5 લીટર દૂધ,
  • ૩/4 કપ ખાંડ
  • 50 ગ્રામ માવો

રીત:

  1. દૂધને મધ્યમ તાપે ગેસ પર મૂકી અર્ધું બળી જાય ત્યાં સુધી ઉકાળો.
  2. તેમાં ખાંડ નાંખી ફરી 10 મિનિટ ઉકાળો.
  3. ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો.
  4. માવાને ઝીણો છીણીને થોડા ઠંડા દૂધમાં સારી રીતે મિક્સ કરી દો.
  5. પછી તેને પેલા નવશેકા દૂધમાં ભેળવી બરાબર હલાવી દો.
  6. આ મિશ્રણને કુલ્ફીના બીબામાં ભરી ફ્રીઝરમાં જામવા મૂકી દો.
  7. બરાબર જામી જાય ત્યારે બહાર કાઢી સર્વ કરો.

બદામ કુલ્ફી:

 

સામગ્રી:

  • ક્રીમવાળું દૂધ (ઉકાળીને અડધું કરીને પછી માપવું ) 3 કપ
  • ખાંડ – 6 ટે. સ્પૂન
  • કન્ડેન્સ મિલ્ક – 1 કપ
  • કોર્ન ફ્લોર – 2 ટે. સ્પૂન
  • ઇલાયચી - ¼ ચમચી
  • બદામ 8થી 10 નંગ (શેકીને અધકચરો ભૂકો કરવો)

રીત:

  1. દૂધ ઉકાળીને અડધું થાય ત્યારે ખાંડ નાંખી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો.
  2. થોડા દૂધમાં કોર્નફ્લોર ભેળવીને તેને ઉકળતા દૂધમાં રેડી 2-3 મિનિટ સતત હલાવતા રહેવું 1-2 ઉભરા આવે એટલે આંચ પરથી ઉતારી ઠંડુ પડવા દો.
  3. દૂધ સાવ ઠંડુ થઇ જાય એટલે તેમાં ઇલાયચીનો ભૂકો અને કન્ડેન્સ મિલ્ક ઉમેરો.
  4. આ દૂધને મિક્ષરમાં ઓક મિનિટ ચર્ન કરીને પછી મિશ્રણમાં ભેળવો. (બદામનું એસેન્સ પણ થોડા ટીપાં નાખી શકાય) .
  5. કુલ્ફી બનાવવાની ડબ્બીઓમાં નીચે થોડો બદામનો ભૂકો ભરી ઉપર તૈયાર કરેલ મિશ્રણ ભરી ડબ્બી બંધ કરી ફ્રીઝરમાં ઠંડી થવા મૂકો.
  6. કુલ્ફી બરાબર કઠણ જામી જાય ત્યારે બે હાથ વચ્ચે ઘુમાવીને ઉથલાવવાથી કુલ્ફી સહેલાઈથી નીકળી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp