ઘરે બનાવો નવા પ્રકારની હેલ્થી અને ટેસ્ટી પાલક ઈડલી

PC: healthykitchen.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 30 મિનિટ

સામગ્રીઃ

એડધો ઝૂડી પાલક

2 લીલા મરચાં

1 આદુનો ટુકડો

1 લસણની કળી

1 ટી.સ્પૂન જીરું

1 કપ દહીં

1 કપ રવો

1 ટે.સ્પૂન ઘી

1 ટે.સ્પૂન રાઈ

1 ટે,સ્પૂન અડદની દાળ

કાજુ સમારેલા

ચપટી સોડા બાયકાર્બ

1 ટે.સ્પૂન લીંબુનો રસ

બનાવવાની રીતઃ

પાલકને ગરમ પાણીમાં બાફી તેને મિક્સરમાં એકરસ પેસ્ટ થાય તેવી ગ્રાઈન્ડ કરી લો. પછી તેમાં દહીં મિક્સ કરીને હલાવી લો. પછી તેમાં રવો અને જરૂર મુજબનું પાણી નાખી સરખી રીતે મિક્સ કરી લો. 10 મિનિટ સુધી તેને રેસ્ટ માટે મૂકો. હવે ઈડલીના કુકરમાં પાણી નાખી ગરમ કરવા મૂકો. હવે ક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ તતડાવો. રાઈ થઈ ગયા પછી તેમાં અડદની દાળ લાલ થાય ત્યાં સુધી કરી તેને તૈયાર મિશ્રણમાં નાખવાની સાથે બાકીની સામગ્રીને પણ મિશ્રણમાં નાખી સરખી રીતે મિક્સ કરી હલાવી લો. પછી તેમાં છેલ્લે સોડાબાય કાર્બ નાખીને મિશ્રણને ફરીથી હલાવીને ઈડલીના કુકરમાં 10 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકો. 10 મિનિટ પછી ચેક કરી લો. થઈ ગઈ હોય તો તેને બહાર કાઢી ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો.

     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.