વેકેશનમાં બાળકો માટે ઘરે જ બનાવો ટેસ્ટી પનીર ચીલી

PC: nehuskitchen.com

કુલ સમયઃ 45 મિનિટ

માત્રા- 2 વ્યક્તિ માટે

સામગ્રી

પનીર- 250 ગ્રામ

ડુંગળી- 1 (ઝીણી સમારેલી)

લીલા મરચાં- 4 (સમારેલા)

સિમલા મરચા- 1 (સમારેલા)

લીલી ડુંગળી- 2 (સમારેલી)

આદુ-લસણની પેસ્ટ- 2 ચમચી

મેંદો- 50 ગ્રામ

મકાઈનો લોટ- 2 ચમચી

ચીલી સોસ- 1 ચમચી

ટોમેટો સોસ- 1 ચમચી

સોયા સોસ- 1 ચમચી

કાળા મરીનો પાવડર- ½ ચમચી

તેલ- જરૂરિયાત અનુસાર

મીઠું- સ્વાદ અનુસાર

હળદર-  ½ ચમચી

ગરમ મસાલો- ½ ચમચી

બનાવવાની રીત

સૌથી પહેલા એક વાટકીમાં મેંદો, મકાઈનો લોટ, સમારેલા મરચા અને મીઠું નાંખીને તેમાં થોડું પાણી નાંખીને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે તેમાં પનીર ક્યુબ્સને નાંખીને તેને બરાબર રગડોળી દો. હવે પેનને ગેસ પર મુકી તેમાં તેલ નાંખી ગરમ કરો. તેલ ગરમ થયા બાદ તેમાં પનીર નાંખીને મધ્યમ આંચ પર ફ્રાય કરી લો. પછી એ જ તેલમાં આદુ-લસણની પેસ્ટ, બારીક સમારેલી ડુંગળી, લીલી ડુંગળી, સિમલા મરચા નાંખી ફ્રાય કરી લો. ત્યારબાદ તેમાં સોયા સોસ, ટોમેટો સોસ, ગ્રીન ચીલી સોસ, મરચાનો પાવડર નાંખી થવા દો. થોડીવાર બાદ તેમાં બચેલી ગ્રેવી નાંખી ધીમી આંચે થવા દો. અંતે તેમાં પનીર નાંખી થોડીવાર થવા દો. હવે ગેસ બંધ કરી તેમાં લીલી સમારેલી ડુંગળી નાંખી દો. હવે તેને ગરમા ગરમ પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp