Recipe: રવા કેક

PC: blogspot.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 30 મિનિટ

સામગ્રીઃ

100 ગ્રામ બટર

¾ કપ ખાંડ

1 કપ દહીં

1 કપ દૂધ

400 ગ્રામ રવો

1 ટી.સ્પૂમ વેનિલા એસેન્સ

½ ટી.સ્પૂન બેકિંગ પાવડર

¼ ટી.સ્પૂન બેકિંગ સોડા

બદામની કતરણ

બનાવવાની રીતઃ

એક બાઉલમાં બટર અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં દહીં ઉમેરી ફરીથી હલાવી લો. પછી તેમાં દૂધ, રવો, વેનિલા એસેન્સ નાખી મિક્સ કરી લો. આ બેટરને 40 મિનિટ સુધી રેસ્ટ્ કરવા મૂકો. પછઈ તેમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાખી બરાબર હલાવી લો. હવે બટરથી ગ્રીસ કરેલા ટીનમાં આ બેટરને નાખી તેની ઉપર બદામની કતરણ નાખી પ્રી-હીટ કરેલા ઓવનમાં 25-30 મિનિટ સુધી થવા દો. કેક થી જાય પછી તેને ટીનમાંથી બહાર કાઢી સર્વ કરો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.