Recipe: ચોકલેટ ટ્રફલ કેક

PC: trestelle.ca

સર્વિંગઃ 4

કુલ સમયઃ 1 કલાક

સામગ્રીઃ
150 ml ઓઈલ
275 ગ્રામ ખાંડ
185 ગ્રામ મિલ્કમેડ
375 ગ્રામ દહીં
375 ગ્રામ મેંદો
9 ગ્રામ બેકિંગ સોડા
સુગર સિરપ માટેઃ
200 ગ્રામ ખાંડ
200 ml પાણી
ટ્રફલ માટેઃ
500 ગ્રામ ડાર્ક ચોકલેટ
250 ગ્રામ ફ્રેશ ક્રીમ

બનાવવાની રીતઃ

કેક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ખાંડ, મિલ્કમેડ, દહીં નાખી મિક્સ કરી લો. પછી તેમાં મેંદો, બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને તેલ નાખી સરખી રીતે એકદમ સ્મૂધ બેટર તૈયાર કરો. હવે આ બેટરને બેકિંગ મોલ્ડમાં નાખી પ્રીહિટ કરેલા ઓવનમાં 180 ડિગ્રીએ 35 મિનિટ સુધી બેક કરવા મૂકો. કેક બેક થાય ત્યાં સુધી એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થતા તેમાં ખાંડ નાખી તેને ઓગળે ત્યાં સુધા હલાવો. ખાંડ અને પાણી મિક્સ થઈ જતા ગેસ પરથી ઉતારી સાઈડ પર મૂકો. ટ્રફલ બનાવવા માટે એક બાઉલમાં ડાર્ક ચોકલેટને ગેસ પર ડબલ બોઈલર મૂકી ઓગળવા મૂકો. ચોકલેટ થોડી ઓગળવા લાગે એટલે તેમાં ક્રીમ નાખી હલાવો. તૈયાર થયેલા આ મિશ્રણને સાઈડ પર ઠંડુ કરવા મૂકે.
હવે તૈયાર થયેલી કેકને થોડો સમય ઠંડી કરવા મૂકો. કેક ઠંડી થઈ ગયા બાદ તેના લેયર કાપો. દરેક લેયરને અલગ કરી તેની ઉપર સુગર સીરપ બ્રશ કરો. તેની ઉપર ચોકલેટ ટ્રફલ પાથરો. તેની ઉપર કેકનું લેયર મૂકી ફરીથઈ એજ પ્રોસેસ કરો. છેલ્લે કેકની ચારેબાજુ અને ઉપર ટ્રફલ લગાવી ફ્રીઝમાં ઠંડી કરવા મૂકો. સર્વ કરવાના સમયે તેને બહાર કાઢી સર્વ કરો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp