આ રીતે બનાવો ઉપવાસમાં ખાવાલાયક શિંગોડાના લોટના વડા

PC: Youtube.com

નવરાત્રીમાં તમે સાબુદાણાના વડા તો ઘણીવાર ખાધા હશે પરંતુ શું શિંગોડાના લોટના વડા ટ્રાય કર્યા છે? નથી કર્યા તો ફટાફટ નોંધી લો તેની રેસિપી અને ઉપવાસમાં સાબુદાણાના વડાના બદલે હવેથી બનાવજો શિંગોડાના લોટના વડા.

સામગ્રી:

  • બાફેલા બટેટા - 3
  • શિંગોડાનો લોટ - 2 ચમચા
  • આદુ-મરચાંની પેસ્ટ - 1 ચમચી
  • ખાટું દહીં - અડધો કપ
  • લીમડાના પાન - 4થી 5
  • મીઠું - સ્વાદાનુસાર
  • ઘી - 2 ચમચી
  • જીરું - 1 ચમચી

રીત:

  • એક મોટા વાસણમાં શિંગોડાનો લોટ લેવો, તેમાં લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરી સારી રીતે મીક્ષ કરી લેવું.
  • આ લોટમાં પાણી ઉમેરી ભજીયા જેવો ઘોળ તૈયાર કરવો.
  • ત્યાર બાદ તેમાંથી એક વાટકી ઘોળ અલગ કાઢી લેવો અને બાકીમાં બાફેલા બટેટાને ખમણીને ઉમેરી દેવા અને તેમાંથી પકોડી તળી લેવી.
  • બાકી બચેલા ઘોળમાં ખાટું દહીં ઉમેરી અને કઢી જેવું પાતળું મીશ્રણ તૈયાર કરવું.
  • અન્ય એક પેનમાં ઘી ગરમ કરી તેમાં આદુ-મરચાંની પેસ્ટ, લીમડાના પાન ઉમેરી સારી રીતે સાંતળી તેમાં દહીંવાળું મીશ્રણ ઉમેરી દેવું.
  • તેમાં જરૂર પ્રમાણે મીઠું ઉમેરવું અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે તેને ઉકાળો.
  • અગાઉ તળેલા વડાને શિંગોળાની ઘટ્ટ ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp