યોગ્ય પોષકતત્ત્વો મેળવવા હોય તો આ રીતે રાંધો ખોરાક

PC: app.goo.gl

લીલા શાકભાજી અને કઠોળમાંથી આપણને પોષકતત્ત્વો તો ભરપૂર મળે છે. પરંતુ એના માટેની સૌથી પહેલી શરત એ છે કે ખોરાકને સરખી રીતે રાંધવામાં આવ્યો હોય. નહીંતર એમાં જો ગોથું ખાઈ ગયા તો તમે અને તમારો પરિવાર ખોરાકમાંના કેટલાક પોષકતત્ત્વોથી વંચિત રહેશે. તો ચાલો આજે તમને કેટલીક એવી ટિપ્સ આપીએ, જેને ફૉલો કરશો તો તમે પોષણક્ષમ આહાર ખાઈ શકશો.

સૌથી પહેલાં તો એ બાબતનું ખાસ ધ્યાન રાખો કે તમે જે શાકભાજી કાપો છો એને નાનાં કે ઝીંણા નહીં કાપવા. બહુ જ નાનાં ટુકડા કરી દેવાથી શાકભાજીમાંથી પોષક તત્ત્વો દૂર થઈ જાય છે અને કેટલાક કિસ્સામાં તો ખોરાક બેસ્વાદ પણ બની જાય છે.

કેટલાક લોકોને એવી ટેવ હોય છે કે તેઓ શાકભાજી કાપીને કે કઠોળ છોલીને તેને ધોઈ કાઢતા હોય છે. પરંતુ આવું કરવું યોગ્ય નથી. શાકભાજી કે કઠોળ સમારવા પહેલા ધોઈ નાંખવામાં આવે તો સારું. પછીથી ધોવામાં આવે તો તેના પાણીથી તેના પોષકતત્ત્વો ધોવાઈ જાય છે.

આ સિવાય કેટલીક બહેનોને એવી ટેવ હોય છે કે તેઓ ખોરાકને વધુ સમય સુધી ઉકળવા કે બફવા દે છે. પરંતુ એવું કરવું યોગ્ય નથી. આવું કરવાથી પણ ખોરાકમાં રહેલા પોષકતત્ત્વોનો નાશ થાય છે. તો બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે ખોરાકનાં મીઠા અને મરચાનો પ્રયોગ પ્રમાણસર અથવા ઘણો ઓછો કરવો. આયોડિનનું વધુ પ્રમાણ પોષકતત્ત્વોનો તો નાશ કરે જ છે, પરંતુ સાથે લોહીના પરિભ્રાણને પણ અસર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp