દિવાળી પહેલા આ બ્રાન્ડેડ વિદેશી દારૂના ભાવમાં થવા જઇ રહ્યો છે મોટો ઘટાડો

PC: youtube.com

દિવાળી પહેલા પ્રખ્યાત વિદેશી બ્રાન્ડની દારૂ દિલ્હીમાં સસ્તી થઈ રહી છે. આયાતકારો દ્વારા બેઝ પ્રાઈસ ઓછી હોવાને કારણે કેટલાક ભાવોમાં એક હજાર રૂપિયા સુધીનો ઘટાડો થવા જઇ રહ્યો છે. જે બ્રાન્ડની કિંમતોમાં ઘટાડો થયો છે તેમાં ચિવાસ રીગલ, બેલેન્ટાઇન ફિનિસ્ટ અને એબ્સોલૂટ વોડકા વગેરે સામેલ છે. બાકીની કેટલીક કંપનીઓ પણ ટૂંક સમયમાં તેમના નવા ભાવની જાહેરાત કરશે.

ઘટાડેલા ભાવો સાથેનો નવો સ્ટોક ત્રણથી ચાર દિવસમાં બજારમાં આવશે. ઉપર જણાવેલ બ્રાન્ડ્સ સિવાય, જોની વોકર, બ્લેક લેબલ જેવી અન્ય કંપનીઓ પણ ટૂંક સમયમાં નવી કિંમતોની જાહેરાત કરવા જઈ રહી છે. દિલ્હીની આબકારી નીતિમાં નવી કલમના કારણે કિંમતોમાં ઘટાડો શક્ય બન્યો છે. તે 16 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે.

બ્રાન્ડેડ દારૂના ઉંચા બેઝ રેટને કારણે દિલ્હીમાં મોંઘો હતો. હરિયાણાની તુલનામાં બ્લેક લેબલ (750 મિલી) જે ગુડગાંવમાં 2300 છે તે દિલ્હીમાં 3900 રૂપિયામાં ઉપલબ્ધ છે તેમજ ચિવાસ રીગલના ભાવમાં લગભગ 1400 રૂપિયાનો તફાવત છે. આબકારી અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આયાતકારો દિલ્હીમાં પ્રખ્યાત બ્રાન્ડની બેઝ પ્રાઈસ વધારે રાખતા હતા. કેમકે બેઝ પ્રાઈઝ પર એક્સાઈઝ ટેક્સ અને અન્ય ટેક્સ ઉમેરવામાં આવે છે, આને કારણે આ દારૂ ખુદ રિટેલમાં મોંઘો થઈ ગયો હતો. દારૂના આયાતકારોએ દર વર્ષે તેમની બ્રાન્ડ્સ નોંધણી કરવાની રહે છે. આવી સ્થિતિમાં દિલ્હી આબકારી વિભાગે આવા સોગંદનામા પર હસ્તાક્ષર કર્યા છે કે તેઓ બીજા રાજ્યોની જેમ દિલ્હીની બેઝ પ્રાઈઝ રાખશે. આને કારણે હવે ભાવ નીચે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp