પાણીપુરીવાળાને ખાલી UPIથી 40 લાખ રૂપિયા મળ્યા, અસલી આંકડો તો ભગવાન જાણે
તમિલનાડુના એક પાણીપુરી વાળાની આવક અને GSTની નોટીસ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ પાણીપુરી વાળો વર્ષે દિવસે 40 લાખ રૂપિયાની કમાણી કરતો હતો અને તમને જાણીને નવાઇ લાગશે કે 40 લાખ રૂપિયાની રકમ તેણે માત્ર UPI ઓનલાઇન પેમેન્ટ સીસ્ટમ દ્રારા મેળવી હતી. મતલબ કે જે ગ્રાહકો રોકડેથી પાણીપુરી ખાધી તે આવક અલગ. વર્ષે 40 લાખ એટલે મહિને 3 લાખ કરતા વધારેની રકમ થઇ.
જ્યારે GST વિભાગને 40 લાખના ઓનલાઇન પેમેન્ટની જાણકારી મળી ત્યારે આ પાણીપુરી વાળાને નોટીસ મોકલવામાં આવી છે. ઇન્ટરનેટ પર પાણીપુરી અને GST નોટીસ ચર્ચામાં છે અને યૂઝરો વસવસો વ્યકત કરી રહ્યા છે કે, કોર્પોરેટ નોકરીમાં તનતોડ મહેનત પછી અને હાઇએજ્યુકેશન મેળવ્યા પછી પણ આટલી કમાણી થતી નથી એટલે હવે પાણીપુરીનો ધંધો જ કરવા જેવો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp