માઈગ્રેનના દુખાવાથી પરેશાન છો, તો ડાયેટમાં સામેલ કરો આ ફુડ

PC: tqn.com

માઈગ્રેનના દુખાવાની એક અલગ ઓળખ છે. વારંવાર થતા માથાના દુખાવાને હળવાશ લેવું તમને ભારે પડી શકે છે. જો આ માથાનો દુખાવો માથાના એક તરફ થઈ રહ્યો હોય તો, આ માઈગ્રેનનો દુખાવો પણ હોઈ શકે છે. માઈગ્રેન આજના યુવાનોમાં વધી રહેલી સમસ્યા છે.

એક રીપોર્ટ પ્રમાણે ભારતમાં આશરે ત્રમ ચતુર્થાંશ લોકો માઈગ્રેની તકલીફથી પીડાઈ છે. તેમાં સૌથી વધુ સંખ્યા યુવાનોની છે. સહન ન થાય તેવો માથાનો દુખાવો માત્ર માઈગ્રેનમાં જ નહીં પરંતુ ટ્યુમર, મેનીનજાઈટીસ જેવી બીમારીઓમાં પણ થાય છે. જો તમે માઈગ્રેનની બીમારીથઈ પીડિત હોવ તો તેને છો કરવા માટે તમારે આજથી આ ફુડ્સને તમારા ડાયેટમાં સામેલ કરી દેવા જોઈએ.

નટ્સઃ

માઈગ્રેનનો દુખાવો થતો હોય તો તેને દુર કરવા તમે નટ્સ આઈ શકો છો. નટ્સમાં મેગ્નેશીયમ વધારે માત્રામાં હોય છે, જે આપણા શરીરમાં લોહાની ભ્રમણને વધારવામાં મદદ કરે છે. મેગ્નેશીયમથી ભરેલી વાનગી ખાવાથી તમારા માઈગ્રેનના દુખાવામાં રાહત મળી શકે છે.

અળસીઃ

અળસીને આપણે ત્યાં મુખવાસ તરીકે ખાવામાં આવે છે. પરંતુ મુખવાસ તરીકે ખવાતી અળસી શરીર માટે ઘણી ફાયદાકારક છે. અળસીમાં આવેલું ઓમેગા 3 ફેટી એસીડ અને ફાઈબર માથાના દુખાવામાં રાહત અપાવે છે. આ સિવાય વજન ઓછઓં કરવા માટે પણ અળસી ઘમી ફાયદાકારક છે.

અનાજઃ

બાજરામાં ફાઈબર, એન્ટી ઓક્સીડન્ટ અને મિરલ હોવાથી તે શરીર માટે ઘણા ફાયદાકારક છએ અને તેમાં પણ ખાસ કરીને માઈગ્રેનના દુખાવાથી પીડાતા લોકોને તે ઘણું રાહત આપે છે. આ સિવાય અન્ય આખા અનાજને પણ ખાવાથી રાહત મળે છે.

દહીઃ

માથું સરખી રીતે કામ કરી શકે તે માટે શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર પડે છે અને શરીરને કેલ્શિયમ મળી રહે તે માટે દહીંથી સારો બીજો કોઈ ઓપ્શન મળી શકે તેમ નથી. આ સિવાય માઈગ્રેનના દુખાવામાં પણ રાહત આપવા માટે દહીં રામબાણ ઈલાજ તરીકે વપરાય છે. રોજ એક વાટકી દહીં ખાવાથી તમારા દુખાવાને ઓછો કરી શકાય છે.

પૂરતા પ્રમાણમાં પાણી પીઓ:

સંપુર્ણ સ્વાસ્થ્ય અને શરીરના અંગો સારી રીતે કામ કરી શકે તે માટે પાણી મહત્ત્વનો ભાગ ભજવે છે. માઈગ્રેનના દુખાવામાં રાહત આપવામાં પણ પાણી ઘણું મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારે દિવસનું 3-4 લીટર પાણી પીવું જોઈએ. માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે ગાજર પણ કામ કરે છે.

માઈગ્રેનના દુખાવાની સાથે તમને ગેસ અને ઉલટી જેવી સમસ્યા પણ થઈ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp