પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂટબોલ રમવા પર પ્રતિબંધ લાગ્યો

PC: sportingindia.com

આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂટબોલની રમતનું સંચાલન કરતી સંસ્થા FIFAએ તાત્કાલિક અસરથી પાકિસ્તાન પર વૈશ્વિક સ્તરે ફૂટબોલ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પાછળનું કારણ જણાવતા FIFAએ કહ્યું છે કે પાકિસ્તાનના ફૂટબોલ સંઘ PFFમાં ત્રીજી સંસ્થાની (પાકિસ્તાની સરકાર) દખલગીરી વધી ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વની તમામ ખેલ સંસ્થાઓ દરેક દેશના ખેલ સંઘોમાં ઓછામાં ઓછી સરકારી દખલગીરી હોય તેવા નિયમો બનાવી રહી છે જેમાં FIFA પણ સામેલ છે.

પોતાનો નિર્ણય જાહેર કરતા એક નિવેદનમાં FIFAએ જણાવ્યું છે કે તેના આ નિર્ણય બાદ પાકિસ્તાનની કોઇપણ ફૂટબોલ ટીમ જેમાં તેની રાષ્ટ્રીય ટીમ પણ સામેલ છે તેના પર આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમવા પર પ્રતિબંધ લાગુ પડી જાય છે અને પાકિસ્તાનમાં ફૂટબોલના વિકાસ માટે FIFA દ્વારા આપવામાં આવતી નાણાકીય તેમજ તાલીમ સંબંધિત સહાય પણ બંધ કરવામાં આવે છે.

FIFAનું કહેવું છે કે PFFમાં લગાતાર કોર્ટ દ્વારા નિયુક્ત કરેલા અથવાતો સરકારે નક્કી કરેલા અધિકારીઓ જ કાર્યભાર સંભાળે છે જે PFF દ્વારા સ્વતંત્ર સંસ્થા હોવાના વચનનો ભંગ છે અને FIFA કોઇપણ સંજોગોમાં ત્રીજા પક્ષની સામેલગીરી જે તે દેશના ફૂટબોલ સંચાલનમાં ચલાવી લેશે નહીં.

FIFA રેન્કિંગ અનુસાર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂટબોલ રમતા 211 દેશોમાં પાકિસ્તાનનું સ્થાન 200મું છે અને તેણે 2015માં છેલ્લી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ યમન સામે વર્લ્ડ કપ ક્વોલીફાયર તરીકે રમી હતી. આ મેચ 0-0 થી ડ્રો રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp