મેજર અપસેટઃ 60 વર્ષમાં પહેલીવાર વર્લ્ડ કપમાં નહીં જોવા મળે ઇટાલી

14 Nov, 2017
05:31 PM
PC: twitter.com/WorldCupHQ

4 વાર FIFA વર્લ્ડ કપ જીતનારી ઇટાલીની ટીમ 2018મા રશિયામાં થનારા વર્લ્ડ કપમાં નહીં જોવા મળે. 1958 બાદ 60 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે, જ્યારે ઇટાલી FIFA વર્લ્ડ કપમાં ભાગ નહીં લેય. FIFA વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લે-ઓફ મુકાબલામાં સ્વીડન વિરુદ્ધ 0-1થી હારનો સામનો કર્યા બાદ ઇટાલી FIFA વર્લ્ડ કપ 2018 માટે ક્વોલિફાઇ કરવાથી ચૂકી ગઈ છે. ઇટાલીની જગ્યાએ સ્વીડનને વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી ગઈ છે.

Leave a Comment: