RTOનો સપાટો: 74 લાયસન્સ સસ્પેન્ડ, 3.19 કરોડની વસૂલાત

PC: aludecor.com

સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક જિલ્લા કલેકટર મહેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જુન, જુલાઈ અને ઓગષ્ટના મહિના દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરે જરૂર જણાય ત્યાં સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસીંગ, રંગકામ કરવાની સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી.

આર.ટી.ઓ. અધિકારી જોષીએ વિગતો આપતા જણાવ્યું કે, ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 122 વાહન ચાલકો પૈકી ૭૪ વાહન ચાલકોના લાયસન્સો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં નક્કી કરેલા ઝડપ મર્યાદા કરતા વધુ ઝડપથી વાહન હકારનારા 26 તથા વાહન ચલાવતી વેળાએ મોબાઈલ કે તેના અન્ય ઉપકરણોના ઉપયોગ કરનારા 48 જેટલા કેસોમાં વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આર.ટી.ઓ કચેરી દ્વારા ઓવરલોડ, સીટ બેલ્ટ, હેલ્મેટ જેવા 18 ગુન્હાઓ હેઠળ 10,722 કેસોમાં 3.19 કરોડની વસુલાત કરવામાં આવી હતી. આર.ટી.ઓની ટીમ વાન દ્વારા ત્રણ મહિના દરમિયાન 187 શાળાઓ અને 221 જાહેર પોગ્રામો કરવામાં આવીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp