DGP ઓફિસે ભાંગરો વાટ્યોઃ પોલીસની નોકરી છોડી ગયેલાના નામ પણ બઢતીની યાદીમાં

PC: police.gujarat.gov.in

સરકારી તંત્ર કઈ રીતે ચાલે છે તેનું આ એક ઉદાહરણ છે, પોલીસ ખાતાના નિયમ પ્રમાણે જે પોલીસ સબ ઈન્સપેક્ટરને નોકરીમાં આઠ વર્ષ થઈ ગયા હોય તેમને નિયમ અને સિનિયોરીટી પ્રમાણે ઈન્સપેક્ટરને બઢતી આપવામાં આવે છે DGP ઓફિસ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવે છે જેને  પ્રવરતા યાદી કહેવામાં આવે છે, તા 17મી મેના રોજ DGP ઓફિસ દ્વારા આઠ વર્ષ પૂરા કરનાર સબ ઈન્સપેક્ટરોને ઈન્સપેક્ટરના પ્રમોશન આપવા માટે યાદી બહાર પાડી.

આ યાદી જોયા પછી ઘણા સબ ઈન્સપેક્ટરો ચોંકી ઉઠ્યા હતા કારણ તેમની સાથે પોલીસ દળમાં સબ ઈન્સપેક્ટર તરીકે જોડાયા પછી મામલદાર અને ડેપ્યુટી  કલેક્ટર માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનાર તેમના સાથીઓ પોલીસની નોકરી છોડી બીજા વિભાગમાં ઉચ્ચ હોદ્દા ઉપર જતા રહ્યા છે, છતાં તેમના નામ ઈન્સપેક્ટર તરીકેની બઢતીની પ્રવરતા યાદીમાં છે. ગુજરાત પોલીસના એક સિનિયર IPSના ભાઈને સબ ઈન્સપેક્ટરની નોકરી રાસ નહીં આવતા તેમણે નોકરી છોડી વકીલાત શરૂ કરી દીધી છે, છતાં તેમનું નામ પણ આ યાદીમાં છે.

2010માં પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે જોડાયેલા આ અધિકારીઓની પહેલી પ્રવરતા યાદી પૂર્વ DGP પ્રમોદકુમારે બનાવી હતી પણ તેને ગૃહ વિભાગે અટકાવી હતી પણ આ નવી યાદી DGP શિવાનંદ ઝાએ બનાવી છે, જો કે તેમાં પણ 2010માં જોડાયેલા સબ ઈન્સપેક્ટરોને તેમને મળેલા ગુણના બદલે તેઓ ફરજ ઉપર હાજર થયાની તારીખને ધ્યાનમાં રાખી પ્રવરતા યાદી બનાવવામાં આવી છે, જેના કારણે PSIની પરિક્ષામાં વધ ગુણ મેળવનાર સબ ઈન્સપેક્ટરોના નામ પ્રવરતા યાદીમાં પાછળ જતા રહ્યા છે જેના કારણે પોતાને બઢતીમાં અન્યાય થયો છે તેવી લાગણી સાથે વધુ ગુણ મેળવનાર PSI હાઈકોર્ટમાં પણ પહોંચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp