દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ પદ માટે દાખલ કર્યું નામાંકન, PM બન્યા પ્રસ્તાવક

PC: newsnationtv.com

NDA તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂએ નામાંકન દાખલ કરી દીધું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ ટોચના નેતાઓ હાજર રહ્યા હતાં. દ્રૌપદી મુર્મૂના નામાંકનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્તાવક અને રાજનાથ સિંહ અનુમોદક બન્યા છે. એટલું જ નહીં પણ દ્રૌપદી મુર્મૂના નામંકન દરમિયાન પાર્ટીની એકતા પણ નજરે પડી હતી.

દ્રૌપદી મુર્મૂના નામંકન દરમિયાન ભાજપના તમામ નેતા હાજર રહ્યા હતાં. તે સિવાય ભાજપ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ પણ મુર્મૂના નામાંકનમાં પહોંચ્યા હતાં. આ દરમિયાન જનતા દળ યુનાઇટેડ, બીજુ જનતા દળના નેતાઓ પણ સામેલ રહ્યા હતાં. નવીન પટનાયક અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનું એલાન કરી ચૂક્યાં છે.

દ્રૌપદી મુર્મૂએ 4 સેટમાં નામાંકન ભર્યું છે. પહેલા સેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્તાવક અને રાજનાથ સિંહ અનુમોદક છે. આ સેટમાં ભાજપ સંસદીય બોર્ડના સભ્ય, કેન્દ્રીય મંત્રી અને રાજ્ય મંત્રી છે. આ સેટમાં હજુ સુધી 60 પ્રસ્તાવકના નામ છે અને 60 અનુમોદકના નામ છે. એ રીતે જ દરેક સેટમાં 120 નામ છે.

બીજા સેટમાં ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા પ્રસ્તાવક છે. આ સેટમાં પણ પ્રસ્તાવક રૂપે 60 નામ છે અને 60 અનુમોદક છે. આ સેટમાં યોગી, હિમંતા બિસ્વા સરમા સિવાય ભાજપ શાસિત દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ પ્રસ્તાવક છે.

ત્રીજો સેટ હિમાચલ અને હરિયાણાના ધારાસભ્યોનો છે. તેમાં તેઓ જ પ્રસ્તાવક અને અનુમોદક છે. ચોથો સેટ ગુજરાતના ધારાસભ્યોનો છે. તેમાં તેઓ જ પ્રસ્તાવક અને અનુમોદક છે. બીજુ જનતા દળ અને વાઇએસઆરે પણ સેટો પર હસ્તાક્ષર કર્યા છે.

18મી જુલાઇના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી છે. એનડીએએ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે વિપક્ષ તરફથી યશવંત સિન્હા ચૂંટણી મેદાનમાં છે. દ્રૌપદી મુર્મૂ ગુરુવારે પોતાના ગૃહ રાજ્ય ઓરિસ્સાથી દિલ્હી પહોંચ્યા હતાં. દિલ્હીમાં તેમણે વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાત લીધી હતી.

દ્રૌપદી મુર્મૂનો જન્મ ઓરિસ્સાના આદિવાસી જિલ્લા મયૂરભંજના રાયરંગપુર ગામમાં થયો હતો. દ્રૌપદી મુર્મૂ ઝારખંડના પહેલા મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. 18મી મે, 2015થી 12મી જુલાઇ, 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ પદ પર રહી ચૂક્યા છે.

દ્રૌપદી મુર્મૂ ઓરિસ્સાના પહેલા મહિલા અને આદિવાસી નેતા છે, જેમને રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતાં. મુર્મૂ 2013માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એસટી મોર્ચાના સભ્ય રહી ચૂક્યા છે. 10મી એપ્રિલ, 2015 સુધી તેમણે આ પદ સંભાળ્યું હતું. તેઓ 2013માં ઓરિસ્સાના મયુરભંજના જિલ્લા અધ્યક્ષ નિયુક્ત થયા હતાં. તેઓ 2010માં પણ જિલ્લા અઘ્યક્ષ નિયુક્ત થયા હતાં.

દ્રૌપદી મુર્મૂનું ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ સમર્થન કર્યું છે. એનડીએમાં ભાજપના સહયોગી નીતીશ કુમારે પણ મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા માટે સમર્થન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp