EDએ સુરત સહિત 17 જગ્યાએથી નીરવ મોદીની 5100 કરોડની સંપત્તિ જપ્ત કરી

PC: indiatoday.in

પંજાબ નેશનલ બેંકમાં કૌભાંડ ઉજાગર થયા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ ગુરુવારના રોજ ડાયમન્ડ બિઝનેસમેન નીરવ મોદી અને ગીતાંજલી જેમ્સની વિવિધ ઓફિસ પર છાપેમારી કરી હતી. EDએ જયપુર, સુરત, દિલ્હી સહિત કુલ 17 જગ્યાએ છાપેમારી કરી હતી. નીરવ મોદીની ઓફિસો, શો-રૂમ્સ અને વર્કશોપ પર છાપેમારી કરીને EDએ લગભગ 5100 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. EDએ જપ્ત કરેલી સંપત્તિમાં સોના, હીરા અને કિંમતી સ્ટોન શામેલ છે.

આ કેસમાં CBI અને પંજાબ નેશનલ બેંક તરફથી ફરિયાદ મળ્યા બાદ EDએ છાપેમારી કરી અને તપાસ અભિયાનની શરૂઆત કરી હતી. EDના અધિકારીઓએ બાન્દ્રા કુર્લા કોમ્પેલેક્સમાં ભારત ડાયમંડ બુર્સમાં ફાયરસ્ટાર ડાયમન્ડ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ, કુર્લા પશ્ચિમ સ્થિત કોહિનુર સિટીમાં નીરવ મોદીની પ્રાઇવેટ ઓફિસ, મુંબઈમાં ફોર્ટ સ્થિત ઈટ્સ હાઉસમાં બુટિક અને લોઅર પરેલમાં પેનિસુલ બિઝનેસ પાર્ક સ્થિત વર્કશોપ પર છાપેમારી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp