26th January selfie contest

આઠ શહેરોમાં એકલા રહેતા વડીલોને વિના મૂલ્યે ભોજન પૂરૂં પાડવા હેલ્પલાઇન શરૂ

PC: indianexpress

ગુજરાતના શહેરોમાં એકલા રહેતા નિ:સહાય વૃદ્ધ અને વડીલો તેમજ નિરાધાર વ્યક્તિઓને વિનામૂલ્યે ભોજન આપવાની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. રાજ્યની સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ આ ભોજન ઘેરબેઠાં પુરૂં પાડશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે રાજ્યના અમદાવાદવડોદરાસુરતરાજકોટજામનગરભાવનગરજૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને  અને નિરાધાર વ્યક્તિઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે.

આ કામગીરી માટે સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે. તદ્દઅનુસારઅમદાવાદમાં પ્રશાંત પંડયા-- હેલ્પ લાઇન નંબર- ૧૫૫૩૦૩સુરતમાં- આર. સી. પટેલ૯૮૨૪૩૪૫૫૬૦વડોદરામાં ક્રિષ્ણાબહેન સોલંકી૦૨૬૫-૨૪૫૯૫૦૨ રાજકોટમાં ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪જામનગરમાં એ. કે. વસ્તાની ૦૨૮૮૨૫૫૩૪૧૭ભાવનગરમાં ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫ ગાંધીનગરમાં અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯ અને જુનાગઢમાં હિતેશ વામજા – ૯૮૯૮૧૪૬૮૬૫નો સંપર્ક સાધી શકાશે.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp