તહેવારોનો લાભ સરકાર પણ ઉઠાવતી થઇ, આ ટ્રેનનું ભાડું વિમાન જેટલું થઇ જાય છે

PC: worldatlas.com

રેલવે આજકાલ યાત્રીઆેને સુવિધાના નામે અધિકૃત રીતે લૂંટફાટ કરી રહ્યું છે. કાેઈ પણ જાતની વધારાની સુવિધા આપ્યા વિના અને રુટિનની અસુવિધાઆેની ભરમાર વચ્ચે યાત્રીઆે પાસેથી બેથી ચાર ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. હાલ દિવાળી વેકેશન પૂર્વે ચલાવવામાં આવી રહેલી હાેલીડે ટ્રેનમાં તાે સામાન્ય દિવસાે જેટલા જ નક્કી દરાે વસૂલાય રહ્યાં છે પરંતુ સુવિધા ટ્રેનના નામથી ચલાવાતી ટ્રેનાેમાં એરલાઈન્સ કંપનીની તરાહ પર ચાલી રેલવે જેમ-જેમ દિવસાે નજીક આવે તેમ તેમ તેના ભાડામાં વધારાે ઝીંકતી જાય છે. વેકેશનમાં યાત્રીઆે મજબૂરીવશ તેમાં બેથી ચાર ગણું ભાડું આપી બુકિંગ મેળવી રહ્યાં છે. આશ્ચર્ય એ વાતનું છે કે આ સુવિધા ટ્રેનના કાેચ રૂટિન કાેચ મુજબના જ છે. કાેઈ બીજી વધારાની સુવિધા નથી.

હાલ છઠ્ઠ પુજા અને તેના બાદ દિવાળી વેકેશન માટે વતન જતા હજારાે યાત્રીઆે ટ્રેનાેમાં એડવાન્સ બુકિંગ કરાવતા હાેય છે. રેગ્યુલર ટ્રેનાે તેમજ રેલવે દ્વારા ચલાવાતી હાેલીડે સ્પેશ્યલ ટ્રેનાેમાં તાે 120 દિવસ પહેલા જ બુકિંગ આેપન થતું હાેય ફૂલ થઈ જાય છે. લાંબા અંતરની કેટલીક ટ્રેનાેમાં તાે નાે-રૂમ દેખાડે છે જ્યારે કેટલીકમાં 400 ઉપરની વેઈટિંગ ચાલે છે. ખાસ કરીને યુપી-બિહાર, રાજસ્થાન, દિલ્હી તરફની ટ્રેનાેમાં આવી હાલત છે. જાેકે, રેલવેએ રૂપિયા કમાવવા માટે એક નવી કેટેગરી સુવિધા ટ્રેનના નામેથી ઊભી કરી છે. જેમાં ઉધના-છપરા સુવિધા વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. આ ટ્રેનનું ભાડું જાેઈએ તાે 20 આેક્ટાેબર બાદનું જાે ઉધનાથી છપરાનું ભાડું જાેઈએ તાે સેકન્ડ એસીમાં રૂ. 4445, થર્ડ એસીમાં રૂ. 4140 અને સ્લીપરમાં રૂ. 2360 ભાડું દેખાડી રહ્યું છે. 

જ્યારે આ જ રૂટ પર સુરતથી છપરા માટે દાેડતી રેગ્યુલર ટ્રેન કે હાેલીડે ટ્રેનમાં સેકન્ડ એસીમાં રૂ.2290, થર્ડએસીમાં રૂ.1670 અને સ્લીપરમાં 625 રૂપિયા ભાડું હાેય છે. જ્યારે બાન્દ્રા-જાેધપુર સુવિધા ટ્રેનમાં સેકન્ડ ક્લાસમાં રૂ. 1390, થર્ડ એસીમાં રૂ.3070 અને સેકન્ડ એસીમાં રૂ. 3360 ભાડું હાલ દેખાડાય રહ્યું છે. જ્યારે રેગ્યુલર ટ્રેનમાં આ જ રૂટ પર સેકન્ડ એસીમાં રૂ. 570, થર્ડ એસીમાં રૂ. 1560 અને સેકન્ડ એસીમાં રૂ. 2170 રૂપિયા ભાડું દેખાડાય રહ્યું છે. સુવિધા ટ્રેનના ભાડામાં રેલવે બેસ ફેયર પર ડાયનેમિક ફેયર, રિઝર્વેશન ચાર્જ તથા અને જીએસટી પણ લગાડાય છે. ઘણીવાર આ ભાડું પ્લેનના ભાડા કરતા પણ વધી જાય છે. હાલ પશ્ચિમ રેલવે સહિત દેશમાં આવી 18 સુવિધા ટ્રેન ચાલી રહી છે.

પહેલા હતી સુવિધામાં સુવિધા પણ હવે...

સુવિધા ટ્રેન પહેલા નવી બાેગીમાં કરાતું અને તેમાં સામાન્ય ટ્રેનાેની જગ્યાએ પરદા, સીટ પર રિડિંગ લાઈટ, માેબાઈલ ચાર્જીંગ પાેઈન્ટ, બાયાે ટાેઈલેટ હતું અને ખાન-પાનની સુવિધા પણ અપાતી હતી પરંતુ તે બંધ કરી દેવાય છે જ્યારે હવે સ્પેશ્યલ કાેચની જગ્યાએ પુરાના કાેચમાં પણ આ ટ્રેન દોડાવી યાત્રીઆે સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

એરલાઈન્સની જેમ રેલવે ભાડુ વધારે છેઃ પીઆરઆે ખેમરાજ મીણા 

વધારાની કાેઈ વિશેષ સુવિધા નહીં છતા સુવિધા ટ્રેનમાં બેથી ચાર ગણું ભાડું કેમ વધારે લેવાય છે તે મતલબના સવાલનાે જવાબ આપતા પશ્ચિમ રેલવેના પીઆરઆે ખેમરાજ મીણાએ અમને કહ્યું હતું કે, રેલવે આ ટ્રેન યાત્રીઆેની જરૂરિયાત મુજબ ચલાવે છે અને તમે જેમ જેમ માેડે રિઝર્વેશન કરાવતા જાવ તેમ તેમ ભાડું તેમાં વધતુ જાય છે. એરલાઈન્સ કંપનીઆે જે રીતે નજીકના દિવસાેમાં ભાડું વધુ લે છે તેમ આ યાેજના છે. જાેકે વધારાની સુવિધા શું તે અંગે મીણા જવાબ આપી શક્યા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp