સરકાર આમની ઉપર પણ થોડો સ્નેહ બતાવે, લોકોને રાશનનું અનાજ નથી મળી રહ્યું

PC: https://www.jagran.com

ગુજરાત સરકારે દિવાળી પહેલાં રેશનીંગની દુકાનોએથી ગરીબ પરિવારોને ખાંડ, કપાસિયા તેલ અને અનાજ આપવાની જાહેરાત કરી હતી પરંતુ આજે 15 દિવસ થયા છતાં લોકોને મળ્યું નથી. સરકારે જાહેરાત કરીને કહ્યું હતું કે 1લી નવેમ્બરથી વિતરણ કરવામાં આવશે પરંતુ હજી સુધી ગરીબોના ઘરમાં આ ચીજવસ્તુઓ ગઇ નથી.

રાજ્ય પુરવઠા વિભાગના તંત્રની કામગીરી એટલી હદે કથળી રહી છે કે દિવાળીના તહેવારો પૂરાં થતા છતાં રાજ્યભરમાં અનેક સ્થળે રેશનકાર્ડ ધારકો ખાંડ-કપાસિયા તેલ મેળવવાથી વંચિત રહ્યા છે. 1લી નવેમ્બરથી જે ચીજવસ્તુ રેશનીંગની દુકાનોએથી ગ્રાહકોને મળવાની હતી તેના સ્થાને લોકો વસ્તુ લીધા વિના પાછા જાય છે. આટલા દિવસોમાં મોટાભાગની દુકાનો પર જરૂરિયાત મંદ કાર્ડધારકોને ખાંડ, કપાસિયા તેલ અને તુવરદાળ જેવા અનાજ મળી શક્યા નથી.

ઓનલાઇન કોમ્પ્યુટર સિસ્ટમમાં નવેમ્બર મહિનાનો રેશનિંગનો જથ્થો સ્ટોકમાં ન દર્શાવાતા રેશન કુપન જનરેટ થઇ રહી નથી. જો અનાજનો જથ્થો શૂન્ય બતાવે તો રેશનિંગના અનાજનું વિતરણ થઇ શકતું નથી. અમદાવાદના તંત્ર દ્વારા ગાંધીનગર પુરવઠા વિભાગનું આ મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પણ પરિસ્થિતિમાં કોઇ ફરક પડ્યો નથી.

પુરવઠા વિભાગના તંત્રનું સ્થાનિક સ્તરે કોઇ સંકલન ના હોય તેવી સ્થિતિ છે જેનો ભોગ દિવાળીના તહેવારોમાં ગ્રાહકો બન્યા છે અને તેમને અનાજથી વંચિત રહેવું પડ્યું છે. સબસીડીયુક્ત કપાસિયા તેલ તો ઠીક પણ તુવેરદાળ પણ હજુ સુધી ગ્રાહકોને આપી શકાઇ નથી.

પુરવઠા વિભાગના બાયોમેટ્રીક સિસ્ટમ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં અવારનવાર સર્વરની ખામીથી લઇને કુપન જનરેટ નહીં થવા જેવી મુશ્કેલીઓ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા તેના ઉપાય માટે કોઇ પ્રયાસ કરવામાં આવી રહ્યાં નથી. મોટાભાગના જિલ્લાઓમાં હજી રેશન કાર્ડધારકો તેલ અને અનાજથી વંચિત છે. 

 
 

 

 
 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp