ગુજરાત સરકાર દિવાળીના તહેવારોના ધ્યાને લઇ કર્મચારીઓનો પગાર વહેલો ચૂકવશે

PC: dnaindia.com

નાયબ મુખ્‍યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્‍યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી/પેન્શનરો ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓનો ઓક્ટોબર માસનો પગાર અને પેન્શન દિવાળી પહેલા ચૂકવી દેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રાજ્ય સરકારના 5.11 લાખ અધિકારી/કર્મચારીઓ ઓક્ટોબર મહિનાનો પગાર પણ આ જ મહિનામાં તા.21/22/23 ઓક્ટોબર દરમ્યાન ચૂકવવામાં આવશે તથા 4.54 લાખ પેન્શનરોને પણ તેમનું પેન્શન આ જ તારીખો દરમ્યાન ચૂકવી દેવામાં આવશે. જેના પરિણામે આશરે રૂ.4000 કરોડથી વધુ રકમ નાણાકીય વ્યવહારો માટે ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ સરકારી અધિકારી/કર્મચારી/પેન્શનરો ઉપરાંત પંચાયત સેવાના કર્મચારીઓ, અનુદાનીત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ તથા કરાર આધારીત કર્મચારીઓને મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp